રથયાત્રા સાદાઈથી નીકળશે: અખાડા ભજન મંડળી જોડાશે નહીં
- અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથની નગરચર્યા નીકળશે રથયાત્રા ટીવીના માધ્યમથી ઘેરબેઠાં નિહાળવા અપીલ
- જળયાત્રામાં મંદિરના પૂજારી અને ટ્રસ્ટીઓ જશે: શોભાયાત્રા નહીં નીકળે
અમદાવાદ, તા. 1 જુન 2020, સોમવાર
અમદાવાદમાં જમાલપુર જગન્નાથ મંદિરથી અષાઢ સુદ બીજના દિવસે રથયાત્રા સાદાઈથી નીકળશે, જેમા ભજન મંડળી અને અખાડા જોડાશે નહીં.
રથ ખેંચવા મર્યાદિત ખલાસીઓ ભાગ લેશે, ભગવાન જગન્નાથની રથયાત્રા ટીવીના માધ્યમથી ઘેરબેઠાં નિહાળવા મંદિરના ટ્રસ્ટીએ અપીલ કરી છે, સરસપુરમાં મામેરુ પણ સાદાઈથી કરવામાં આવશે.
એક કે બે ગજરાજ રથયાત્રામાં જોડાય તેવા પ્રયાસ રહેશે, પરંતુ અંતિમ નિર્ણય સરકાર સાથેની બેઠક બાદ લેવામા આવશે.