આજે રક્ષાબંધન : સવારે ૭ઃ૫૪થી રાખડી બાંધવા માટે મુહૂર્ત
-આ વર્ષે ભદ્રારહિત શુદ્ધ રક્ષાબંધન
-સાંજે ૫ઃ૨૯થી ૭ઃ૦૫ દરમિયાન રાહુ કાળ વખતે રક્ષાબંધન કરવી નહીં : જ્યોતિષી
અમદાવાદ,શનિવાર
મનુષ્યના જીવનમાં
કેટલાક જ સંબંધ એવા હોય છે જેને કોઇ શબ્દો દ્વારા વર્ણવી શકાતા નથી. આવા જૂજ સંબંધમાં
ભાઇ-બહેનના પ્રેમનો પણ સમાવેશ થાય છે. ભાઇ-બહેન બંને માટે હેત વ્યક્ત કરવાનું અનેરું
પર્વ રક્ષાબંધન આવતીકાલે ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવશે.
આવતીકાલે રક્ષાબંધનના
પર્વમાં બહેન તેના જીવથી પણ વ્હાલા એવા ભાઇને રાખડી બાંધીને અંતઃપૂર્વક આશિર્વાદ આપશે.
રક્ષાબંધને એકબાજુ બહેન પોતાના ભાઇના લાંબા આયુષ્યની કામના કરે છે તો બીજી તરફ ભાઇ
બહેનને તેની રક્ષાનું વચન આપે છે. જ્યોતિષીઓના મતે છેલ્લા ઘણા વર્ષોથી કંઇને કંઇ વિઘ્નો
ભદ્રા વિષ્ટિ યોગને કારણે રક્ષાબંધનમાં આવતા હતા અને તેના કારણે સમય મર્યાદા-મુહૂર્તોનું
ખૂબ જ ધ્યાન રાખવું પડતું હતું. પરંતુ આ વર્ષે રક્ષાબંધનના દિવસે સૂર્યોદય સવારે ૬ઃ૧૯ના
છે અને તે પહેલા જ ભદ્રા સમાપ્ત થઇ જાય છે.તેથી રક્ષાબંધનનો આખો દિવસ શુદ્ધ રહેશે.
આવતીકાલે સવારે
૭ઃ૫૫થી રક્ષાબંધનના વિવિધ મુહૂર્ત છે. જોકે, સાંજે ૫ઃ૨૯ થી ૭ઃ૦૫ દરમિયાન રાહુ કાળ છે
અને ત્યારે રક્ષાબંધન નહીં કરવાની જ્યોતિષીઓની સલાહ છે. આવતીકાલે શ્રાવણી પૂર્ણિમા
છે ત્યારે માછીમારો આ દિવસે નાળિયેર વડે દરિયાની પૂજા કરે છે. જેના લીધે શ્રાવણી પૂનમને
નાળિયેરી પૂનમ પણ કહેવામાં આવે છે. આવતીકાલે મંદિરોમાં પણ વિશિષ્ટ આયોજન કરાશે. સ્વામિનારાયણ
મંદિર-કુમકુમ-મણિનગર ખાતે ૧૧૧૧ બહેનોને ભાઇની કોરોનાથી રક્ષા થાય માટે વિનામૂલ્યે માસ્ક
આપવામાં આવશે.
રક્ષાબંધનના મુહૂર્ત
સવારે ૭ઃ૫૪થી
૯ઃ૩૧ ચલ
સવારે ૯ઃ૩૧થી
૧૧ઃ૦૭ લાભ
સવારે ૧૧ઃ૦૭થી
બપોરે ૧૨ઃ૪૪ અમૃત
બપોરે ૨ઃ૨૧થી
૩ઃ૫૮ શુભ
સાંજે ૭ઃ૧૧થી
રાત્રે ૮ઃ૩૪ શુભ
રાત્રે ૮ઃ૩૪થી
રાત્રે ૯ઃ૫૮ અમૃત
રાત્રે ૯ઃ૫૮થી
રાત્રે ૧૧ઃ૨૧ ચલ
(બપોરે ૧૨ઃ૩૯
અભિજિત મુહૂર્ત)