વડોદરા : હાઇ પ્રોફાઇલ રેપ કેસમાં ક્રાઇમ બ્રાંચે જૂનાગઢથી ઝડપી પાડેલા આરોપી હેમંત ઉર્ફ રાજુ ભટ્ટના ચાર દિવસના પોલીસ રિમાન્ડ આજે પુરા થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને પોલીસે વધુ પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા જેની સામે કોર્ટે તા.૬ ઓક્ટોબર સુધી એટલે કે વધુ ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
રાજુને લઇને પોલીસ જૂનાગઢ જઇ આવી છતાં તેણે ક્યાં આશરો મેળવ્યો હતો તે શોધી શકી નથી, ફ્લેટમાં કેમેરો કોણે લગાવ્યો તે શોધવાનું પણ બાકી
છેલ્લા ચાર દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ કશુ ઉકાળી શકી નથી. રાજુ ભટ્ટે જે સ્થળે યુવતી ઉપર રેપ કર્યો તે નિર્સગ એપાર્ટમેન્ટના ફ્લેટ ડી-૯૦૩માં સ્પાય કેમેરો લગાવવામા આવ્યો હતો તો આ સ્પાય કેમેરા ેકોણ, કેમ ે અને કોના મારફતે લગાવ્યો હતો તથા તે ક્યાંથી ખરીદવામાં આવ્યો હતો.યુવતીના નગ્ન ફોટા રાજુ ભટ્ટે પોતાના મોબાઇલથી યુવતીના મોબાઇલ ઉપર મોકલ્યા હતા તો ફોટા રાજુ ભટ્ટે ક્યારે ક્લિક કર્યા હતા અથવા તો કોના મારફતે તેની પાસે આવ્યા હતા.આ પ્રશ્નોના જવાબ પોલીસ મેળવી શકી નથી.
પોલીસ રાજુ ભટ્ટને લઇને જૂનાગઢ જઇ આવી છતાં પણ પોલીસે વધુ રિમાન્ડ માટે કારણ રજૂ કર્યુ છે કે રાજુ ક્યા વાહનમાં જૂનાગઢ ગયો હતો અને ક્યા સ્થળે રોકાયો હતો તે રાજુ જ બતાવી શકે તેમ છે એટલે વધુ રિમાન્ડની જરૃર છે. અગાઉ ચાર દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ રાજુને જૂનાગઢ લઇને ગઇ હતી પોલીસે તે વખતે શું તપાસ કરી ?
રિમાન્ડ માટેની અરજીમાં ક્રાઇમ બ્રાંચ પોતે સ્વીકારે છે કે અગાઉ ચાર દિવસના રિમાન્ડ દરમિયાન રાજુ ભટ્ટે દરેક સવાલોના ગોળ ગોળ જવાબ આપીને રિમાન્ડનો સમય વ્યતીત કરેલ છે અને તપાસમાં સહકાર આપતો નથી. રિમાન્ડ દરમિયાન રાજુ ભટ્ટે એટલુ જ કબૂલ્યુ છે કે યુવતી જ્યારે આજવા રોડ પર આવેલા ડવડેક એપાર્ટમેન્ટમાં રહેતી હતી ત્યારે પણ તે મળવા ગયો હતો એટલે રાજુને સાથે રાખીને ડવડેક એપાર્ટમેન્ટમાં પણ તપાસ કરવાની બાકી છે.


