વડોદરામાં વારે ઘડીએ બંધ રહેતા રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલ 52 લાખના ખર્ચે રિપેરિંગ થશે
- ઉનાળામાં પણ સ્વિમિંગ પૂલ બંધ રહેતાં ઉહાપોહ થયો હતો
વડોદરા તારીખ 11 ઓક્ટોબર 2019 શુક્રવાર
ડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વાઘોડિયા રોડ પર આવેલા રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલના વોટર ફિલ્ટર રેશન સિસ્ટમ સહિતની મિકેનિકલ કામગીરી આશરે 52 લાખના ખર્ચે કરાશે.
રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલ આમેય છેલ્લા કેટલાક મહિનાઓથી બંધ હાલતમાં છે ખાસ કરીને જ્યારે ઉનાળો હતો અને એ સમયે સ્વિમિંગ પુલની ડિમાન્ડ પણ ખૂબ હોય છે તેવા સમયે જ સ્વિમિંગ પૂલ બંધ હાલતમાં હતો જેથી લોકોએ ભારે હંગામો મચાવ્યો હતો.
આ પુલની ફિલ્ટરેશન ટાંકી છેલ્લા દોઢેક વર્ષથી જર્જરિત હાલતમાં હતી અને અવારનવાર તેનું રીપેરીંગ કરીને ચલાવવામાં આવતી હતી. આ ટાંકી જર્જરિત બની ત્યારે કોર્પોરેશનના રજૂઆત પણ કરી હતી.
નવાઈની વાત એ છે કે બે અઢી વર્ષ અગાઉ રિનોવેશન કરવામાં આવ્યું હતું આમ છતાં પણ સ્વિમિંગ પુલની હાલત બગડી ગઈ હતી જેથી વિજીલન્સ તપાસની માગણી કરવામાં આવી હતી.
ફિલ્ટરેશન પ્લાન્ટની ટાંકી અંગે ગયા એપ્રિલ મહિનામાં ફરિયાદ થતા નવી ટાંકી નાખવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને 60 લાખના ખર્ચે અંદાજ પણ તૈયાર કરવામાં આવ્યો હતો પરંતુ આશરે 13 ટકા ઓછા ભાવ 51 લાખ 84 હજારનું ટેન્ડર મંજુર કરવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ થઈ છે.