આ તારીખે વધુ એક વખત પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
અમદાવાદ, તા, 10 માર્ચ 2020, મંગળવાર
હવામાન વિભાગે રાજ્યમાં વધુ એક વખત કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજસ્થાનમાં સાઈક્લોનિક સિસ્ટમ સક્રિય થતા 11 અને 12 માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં વી છે. 12 માર્ચે બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, દ્વારકા અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.