મકાનમાં દરવાજો બેસાડવાના મુદ્દે પાડોશીઓ વચ્ચે ઝઘડો
બંન્ને પક્ષે સામસામે ફરિયાદ નોધાવી
વડોદરા,તા,9,ફેબ્રુઆરી,2020,રવિવાર
યાકુતપુરા પટેલ ફળિયામાં બે પાડોશીઓ વચ્ચે મકાનમાં દરવાજો મુકવાના બાબતે ઝઘડો થતા મારામારી થઇ હતી. જે અંગે બંન્ને પાડોશીએ સિટિ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોધાવી છે.
આ અંગેની વિગત એવી છે કે, યાકુતપુરા પટેલ ફળિયા-બે માં રહેતા શફીયાબાનુ અબ્દુલસતાર શેખ ઘરકામ કરે છે. આજે સવારે સાડાદશ વાગ્યે શફીયાબાનુ અને તેમની પુત્રી ઘરે હાજર હતા. તેમની પાડોશમાં ગુલામનબીનું મકાન છે. આ મકાનમાં બારીની જગ્યાએ દરવાજો મુકવા માટે મહંમદયુનુસ પટેલે કારીગરો લઇને આવ્યો હતો જેથી શફીયાબાનુએ તેને ના પાડતા તેને શફીયાબાનુ સાથે ઝઘડો કરી ગંદી ગાળો બોલીને ઝપાઝપી કરી હતી. દરમિયાન આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ઉપરોક્ત ફરિયાદના આધારે સિટિ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે સામાપક્ષે ગુલામનબીની પુત્રી આફીયાએ શફીયાબાનુ શેખ સામે ફરિયાદ નોધાવી જણાવ્યુ છે કે, સવારે સાડાદશ વાગ્ય હું તથા મારી મમ્મી રઝીયાબેન ઘરે હતા તે સમયે બાજુમાં રહેતા શફીયાબાનુએ અમારા ઘરે આવીને ઝઘડો કર્યો હતો, અને મારી સાથે ઝપાઝપી કરી હતી. મારા માતા અને કાકા મહંમદયુનુસ શેખે મને વધુ મારમાંથી છોડાવેલ છે.