Get The App

જમાલપુર બ્રિજ ઉપર ડીસાના યુવકના પેટ ઉપર છરી મૂકી લૂંટી લીધો

સપ્તાહ પહેલા શટલ રિક્ષામાં ડોક્ટરને છરી મારીને લૂંટી લીધો હતો

છરીની અણીએ મોબાઇલ,રૃા. ૩૫૦૦ લૂંટી લીધા

Updated: Jun 28th, 2024

GS TEAM


Google News
Google News
જમાલપુર બ્રિજ ઉપર ડીસાના યુવકના પેટ ઉપર છરી મૂકી લૂંટી લીધો 1 - image

અમદાવાદ, બુધવાર

કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતામંદિર સહિતની બસ સ્ટેન્ડથી બહાર ગામથી આવતા પેસેન્જરને બેસાડયા બાદ માર મારીને લૂંટી લીધા બાદ રસ્તામાં ઉતારીને નાસી જવાના બનાવો વધી રહ્યા છે. ડીસાનો યુવક મરચા વેચવા માટે આવ્યો હતો ઘરે જતી વખતે રિક્ષામાં પેટ ઉપર છરી  મૂકીને ડરાવીને તેની પાસેથી મોબાઇલ તથા રોકડા ૩૫,૦૦૦ની લૂટી લીધા હતા. જો કે યુવક ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયો ત્યારે ખબર પડી કે લૂંટારુ ગેંગ પકડાઇ હતી.

મરચાં વેચીને જતો હતો રિક્ષામાં છરીની અણીએ મોબાઇલ,રૃા. ૩૫૦૦ લૂંટી લીધા ફરિયાદ કરવા ગયો તો લૂંટારુ ગેંગ પકડાયાની જાણ થઇ

ડીસામાં રહેતા અને એ.પી.એમ.સી માર્કેટમાં શાકભાજીનો વ્યવસાય કરતા સંદીપકુમાર ગેલોત (ઉ.વ.૨૨)એ ગાયકવાડ હવેલી પાલીસ સ્ટેશનમાં જુના વાડજમાં રહેતા કમલેશ દંતાણી તથા સુનીલ સામે ફરિયાદ નોંધાવી છે કે તે તા.૨૫ના રોજ મરચાં વેચવા માટે આવ્યો હતો અને બીજા દિવસે સવારે શટલ રિક્ષામા બેસીને જતો હતો જ્યાં જમાલપુર બ્રિજ ઉપર રિક્ષામાં બેઠેલા શખ્સોએ તેના  પેટ ઉપર છરી  મૂકીને ડરાવીને તેની પાસેથી મોબાઇલ તથા રોકડા ૩૫,૦૦૦ની લૂટી લીધા હતા. જો કે યુવક ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયો ત્યારે ખબર પડી કે લૂંટારુ ગેંગ પકડાઇ હતી.

Tags :