mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

રાજસ્થાન સેવા સમિતીની ચૂંટણીમાં પ્રોક્સીને મુદ્દે યુદ્ધ જેવી સ્થિતિ

૩૧મી ઓક્ટોબરે થનાર મતદાન પૂર્વે૨૮૦ સભ્યોએ બંને પેનલને પ્રોક્સી આપી હોવાથી રદ

Updated: Oct 28th, 2021

રાજસ્થાન સેવા સમિતીની ચૂંટણીમાં પ્રોક્સીને મુદ્દે યુદ્ધ જેવી સ્થિતિ 1 - image 

અમદાવાદ: રાજસ્થાન સેવા સમિતિની ૩૧મી ઓક્ટોબરે યોજાનારી ચૂંટણીમાં પ્રોક્સીને મુદ્દે બે જૂથો સામસામે યુદ્ધે ચડયા હોય તેવી સ્થિતિ છે. એકતા પેનલની તરફેણમાં ૭૫૪ પ્રોક્સી આવી છે. જ્યારે સંસ્કાર પેનલની તરફેણમાં ૬૮૮ પ્રોક્સી આવી છે. તેમાંથી બંને તરફ ૨૮૦-૨૮૦ પ્રોક્સી કપાઈ છે. તેથી પ્રોક્સી આપનારાઓએ મત આપવા ઉપસ્થિત થવું પડશે. તેથી સંસ્કાર પેનલના ૪૦૨ અને એકતા પેનલના ૪૭૪ મત નિશ્ચિત થયા છે. જોકે આ લખાય છે ત્યાં સુધીના આ આંકડાઓ છે. બીજીતરફ ૪૦૦થી વધુ મતદાતાઓએ મતદાન કરવા માટે ૩૧મી ઓક્ટોબરેે ઉપસ્થિત થવું પડશે.  

ટ્રસ્ટી બોર્ડમાં માનીતાઓને ગોઠવી દીધા પછી બંધારણમાં સુધારો કરવાની દરખાસ્ત મૂકાઈ

સંસ્કાર પેનલના વડાનું કહેવું છે કે ૩૧મી ઓક્ટોબરે થનારી ચૂંટણી માટે પ્રોક્સી અંગે કોઈ જ વિવાદ નથી. સંસ્થાના બંધારણમાં પ્રોક્સી આપવાનો કે સીધું મતદાન કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ પ્રોક્સી આપનારની પ્રોક્સી રદ થાય તો તેએ રૃબરૃ આવીને મત પણ આપી જ શકશે. રાજસ્થાન સેવા સમિતિ સંચાલિત હિન્દી શાળાનું નામ યથાવત જળવાઈ રહેવાનું જ છે. સંસ્કાર પેનલ સાથે સંકળાયેલા સૂત્રો જણાવે છે કે પ્રોક્સી રદ થઈ હોય તેમને બે જ દિવસમાં કેવી રીતે જાણ કરવામાં આવશે તે એક મોટો સવાલ છે. તેમને જાણ ન થાય તો તેમની ઇચછા છતાંય તેમના મત ન પડવાની સંભાવના રહે છે. રાજસ્થાન સેવા સમિતિને મુદ્દે વાંધાવચકા કાઢનારાઓ ખુદ રાજસ્થાન હોસ્પિટલની ચૂંટણીમાં ફોર્મ વિતરણ કરવામાં ગલ્લાંતલ્લા કરી રહ્યા છે. 

એકતા પેનલના અગ્રણીઓનું કહેવું છે કે સાતમી ફેબુ્રઆરી ૨૦૧૭ના દિવસે રાજસ્થાન સેવા સમિતિની કાર્યકારણીની ૨૭ સભ્યોની ઉપસ્થિતિ સાથે યોજવામાં આવેલી બેઠકની મિનિટ્સમાં જણાવ્યા મુજબ ગણપત ચૌધરીએ રૃા. ૮ કરોડનું ડોનેશન આપવાની તૈયારી દર્શાવીને તેમના પરિવારના જ ત્રણ સભ્યને કાયમી ટ્રસ્ટી બનાવવાની દરખાસ્ત મંજૂર કરાવી હતી. (આમ કાયમને ધોરણે તેમના પરિવારના ત્રણ સભ્ય ટ્રસ્ટી તરીકે રહે તેવી જોગવાઈ કરી દીદીહતી તેમ જ રાજસ્થાન સેવા સમિતિ સંચાલિત રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ, રાજસ્થાન ઇન્ગ્લીસ સેકન્ડરી સ્કૂલ-કૉલેજ, જ્ઞાાનોદય હિન્દી પ્રાથમિક શાળા, જ્ઞાાનોદય ઇન્ગ્લીશ મિડિયમ પ્રાઈમરી સ્કૂલ, શિશુમંદિર ઉપરાંત આ સંસ્થા હેઠળ સ્થાપવામાં આવનારી તમામ સંસ્થાઓમાં રાજસ્થાન સેવા સમિતિ સંચાલિત શબ્દ પછી ગણપતરાય ચૌધરી દ્વારા આપવામાં આવેલા દાતાઓના નામ વિદ્યાસંકુલના નામની આગળ જોડવામાં આવશે. 

શાળાની દરેક સ્ટેશનરી પણ તે જ પ્રમાણે નામ લખવાનો આગ્રહ રાખવામાંઆવ્યો છે. ભવિષ્યમાં પણ રાજસ્થાન સેવા સમિતિના સંકુલમાં જે કોઈ નવી શૈક્ષણિક સંસ્થાઓ  બનશે તો તેના પર ગણપતરાય ચૌધરી દ્વારા આપવામાં આવેલા દાતા પરિવારના નામો સિવાયના કોઈપણ નામ મૂકવામાં આવશે નહિ. આ સાથે રૃા. ૮.૦૧ કરોડના ડોનેશનની જાહેરાત કરીને જ રૃા. ૫૧ લાખનું ડોનેશન લઈને તેમણે તેમના પરિવારની ત્રણ સભ્યને કાયમને ધોરણે ગોઠવી દેવાનું આયોજન કર્યું છે. આ પૈસા ખરેખર જમા આપ્યા છે કે નહિ તે પણ  હજી સુધી સ્પષ્ટ થતું નથી. તેમણે ડોનેશન હજી આપ્યું જ ન હોય તો ત્રણ જણને કાયમી ટ્રસ્ટી બનાવી શકાય જ નહિ. બીજું ૧૫મી જાન્યુઆરી ૨૦૧૮ના યોજવામાં આવેલી એક બેઠકની મિનિટ્સમાં જણાવ્યા મુજબ તેમણે ૫૧ લાખનું ડોનેશન લઈને ૩૧ ટર્સ્ટીઓના નામ ફાઈનલ કરી દીધા હતા. તેમાંથી તેર તો તેમની નિકટના કે તેમના ગામના જ હતા. આ નામ ફાઈનલ થયા પછી ત્રણ વર્ષ સુધી સંસ્થામાં ડોનેશનની રકમ જમા થઈ જ નહોતી. આ ૩૧ ટ્રસ્ટીઓમાંથી ૧૩ ટ્રસ્ટીઓ તેમની નિકટના અને પરિવારમાં લોહીની સગાઈ ધરાવતા જ હોવાનો આક્ષેપ પણ એકતા પેનલ કરી રહી છે. 

આ સુધારા વાર્ષિક સામાન્ય સભામાં મંજૂર કરાવવા માટે ૭૫ ટકા મતદાતાઓનું સમર્થન મળવું જરૃરી છે. સંભવતઃ તેથી જ ૩૦મી જૂન ૨૦૧૮ના ગણપત ચૌધરીએ બંધારણમાં સુધારાની દરખાસ્ત મૂકી હતી. તેમાં પાંચમાં ક્રમાંકના બદલાયેલા નિયમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે દાતા પરિવાર દ્વારા આપવામાં આવેલા નામ રાજસ્થાન સેવા સમિતિ સંચાલિત ત્રણ મુખ્ય શાળાઓના નામ સાથે જોડવામાં આવશે. આ પરિવાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી ત્રણ વ્યક્તિઓને ટ્રસ્ટી સમિતિમાં રાખવામાં આવશે. આ કેટેગરીમાં ક્યારે પણ ત્રણથી વધુ ટ્રસ્ટી રાખી શકાશે નહિ તેવો સુધારો પણ કરાવવામાં આવ્યો છે આ સુધારો એજીએમમાં મંજૂર કરાવવા માટે ૭૫ ટકા મતનું સમર્થન મળવું જરૃરી છે. 

પરંતુ એજીએમ-વાર્ષિક સામાન્ય સભામા મંદ શક્ય ન જણાતા એજીએમાં બંધારણ સુધારવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી. આ બંધારણ સુધારો કરીને ચેરિટી કમિશનરની કચેરીમાં તે સુધારા માટે મોકલવામાં આવ્યો હતો. પરંતુ ચેરિટી કમિશનરે તે સુધારા પર સ્ટે આપ્યો છે. આમ ચેરિટી કમિશનરે બંધારણના સુધારાને માન્ય રાખ્યો નથી. તેની સામે સ્ટે આપવાની હાઈકોર્ટે ના પાડી દીધી છે. ચેરિટી કમિશનરની મનાઈ છતાં ટ્રસ્ટીઓની સંખ્યામાં ઉમેરો કરી દેવાયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવે છે. બંધારણ સુધારાની તરફેણમાં ૧૧૦૩ જણાની સહી લીધી હતી. તેમાંથી કેટલીક બોગસ સહી હોવાનું અને એક સહી મૃત વ્યક્તિની હોવાનું જણાયું છે.તેની સામે ૫૫૭ સભ્યએ બંધારણના સુધારાનો વિરોધ પણ કર્યો હતો.  આ અંગે ભરત મહેતા નામની વ્યક્તિએ ચેરિટી કમિશનરમાં વિરોધ પણ નોંધાવ્યો હતો. સંસ્થાનાઅંદાજે ૫૫૭ સભ્યોએ આ સુધારા સામે વિરોધ દર્શાવ્યો છે.


Gujarat