Get The App

વડોદરામાં ગ્રેડ-પેની માંગણી સાથે પોલીસ પરિવારોના ફરી ઉગ્ર દેખાવો

Updated: Oct 28th, 2021

GS TEAM

Google News
Google News
વડોદરામાં ગ્રેડ-પેની માંગણી સાથે પોલીસ પરિવારોના ફરી ઉગ્ર દેખાવો 1 - image

વડોદરા,તા.28 ઓક્ટોબર 2021,ગુરૂવાર

વડોદરામાં ફરી એકવાર પોલીસ પરિવાર દ્વારા ગ્રેડ-પેની માંગણી સાથે પોલીસ પરિવારો દ્વારા દેખાવો થતાં પોલીસ અધિકારીઓ દોડતા થયા હતા.

પોલીસની ગ્રેડ-પેની માંગણીને પગલે સમાધાનની ભુમિકા બંધાઈ છે ત્યારે વડોદરામાં પોલીસ પરિવારો દ્વારા લડત ઉપાડવામાં આવી છે.

વડોદરામાં ગ્રેડ-પેની માંગણી સાથે પોલીસ પરિવારોના ફરી ઉગ્ર દેખાવો 2 - image

ગઇરાત્રે પ્રતાપનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસ પરિવારો એ ઉગ્ર દેખાવો કર્યા બાદ આજે સવારે અકોટા પોલીસ લાઈનમાં ફરીથી પોલીસ પરિવારના સદસ્યો પોસ્ટરો સાથે બહાર આવી ગયા હતા. જેને પગલે ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. સ્થાનિક પોલીસે પણ તેઓને સમજાવાનો પ્રયાસ કરી રહી છે.

Tags :