Get The App

બજાજ ફાઈનાન્સની ઓફિસે સતત બીજા દિવસે લોકોનો હોબાળો

Updated: May 28th, 2020

GS TEAM

Google News
Google News
બજાજ ફાઈનાન્સની ઓફિસે સતત બીજા દિવસે લોકોનો હોબાળો 1 - image

વડોદરા,તા.28.મે.ગુરુવાર,2020

લોકડાઉનની વચ્ચે લોકોને લીધેલી લોનના હપ્તા ભરવાના ફાંફા પડી રહ્યા છે ત્યારે આજે ખાનગી ફાઈનાન્સ કંપની બજાજ ફાઈનાન્સની ગેંડા સર્કલ ખાતે આવેલી ઓફિસે પેનલ્ટી વસુલવાના મામલે આજે સતત બીજા દિવસે પણ લોન લેનારા લોકોએ હોબાળો મચાવ્યો હતો.

આજે તો લોકોની ઉગ્ર રજૂઆત અને ભીડના પગલે બજાજ ફાઈનાન્સની ઓફિસમાં સોશ્યલ ડિસ્ટન્સિંગની પણ ધજાગરા ઉડી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, બજાજ ફાઈનાન્સ દ્વારા ગ્રાહકા ે લોનના હપ્તા પેટે આપેલો ચેક બાઉન્સ થાય તો એક જ મહિનામાં ચાર-ચાર વખત પેનલ્ટી વસુલવામાં આવતી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.આ અંગે રજૂઆત કરવા માટે છેલ્લા બે દિવસથી મોટી સંખ્યામાં ગ્રાહકો બજાજ ફાઈનાન્સની ઓફિસે ઉમટી રહ્યા છે.

આજે તો આ મુદ્દે ઓફિસમાં ભારે બોલાચાલી અને દલીલબાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા અને તેના કારણે સોશ્યલ ડિસટન્સિંગના પણ ધજાગરા થયા હતા.કંપનીના અધિકારીઓ આ સ્થિતિને સંભાળવામાં નિષ્ફળ ગયા હતા.

દરમિયાન વડોદરા શહેર  શિવસેના દ્વારા પણ આ મુદ્દે કલેક્ટર કચેરીમાં  રજૂઆત કરવામાં આવી હતી.


Tags :