અલકાપુરીના હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટનો ભેદ ઉકેલવા લલનાએ દલાલને ફોન પર કહ્યું,જાનુ..આજા ના..મુઝે બહોત ભૂખ લગી હૈ
વડોદરા,તા.9 એપ્રિલ,2019,સોમવાર
ઇન્ટરનેટના માધ્યમથી અલકાપુરીની નૂતનભારત સોસાયટીના લા સિટાડેલ કોમ્પ્લેક્સમાં ચાલતા હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટનો ભાંડો ફોડવા માટે પોલીસ અધિકારીઓની ટીમે મહિલા પોલીસને સાથે રાખી પ્લાનિંગ કર્યું હતું.
ડમી ગ્રાહક મારફતે વેબ સાઇટ પરના ફોન પર સંપર્ક કરતાં દલાલે રૃા.૪૭૦૦નો ભાવ નક્કી કરી ગેંડા સર્કલ આવી ફોન કરવા કહ્યું હતું.પોલીસ ડમી ગ્રાહકને લઇ ગેંડા સર્કલ પહોંચી અને દલાલને ફોન કરતાં તેણે લા સિટાડેલ કોમ્પ્લેક્સના સેકન્ડ ફ્લોર પર રૃમ નંબર ૨૦૪માં આવવા જાણ કરી હતી.
પોલીસે ગ્રાહકને મોકલ્યો હતો અને તેણે અગાઉથી નક્કી થયા મુજબ કાગળનો ડૂચો બારીમાંથી ફેકતાં પોલીસ રૃમમાંધસી ગઇ હતી.મહિલા પોલીસે નગ્ન હાલતમાં મળેલી યુવતીની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ પીએસઆઇ એબી મિશ્રાએ દલાલને બોલાવવા ફોન કરાવ્યો હતો.યુવતીએ ફોન કરી જાનું મૂઝે બહોત ભૂખ લગી હૈ..કહી બોલાવ્યો હતો.
દલાલે વાર લાગશે તેમ કહેતાં યુવતીએ યે લંગુર તો સિર્ક રૃા.૩૫૦૦ લેકર આયા હૈ..તેમ કહેતાં દલાલે જે રકમ આપે તે લઇ લેવા કહ્યું હતું.પોલીસે વોચ ગોઠવી જીવનલાલ અને ફૈઝલને ઝડપી પાડી તેમની પાસે ફોન કરાવી ત્રીજા દલાલ શ્યામને બોલાવ્યો હતો.
હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટમાં કોલગર્લનો હિસ્સો માત્ર ૨૫ ટકા
હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટમાં યુવતીઓને ભાગે આવકના માત્ર ૨૫ ટકા જ હિસ્સો આવતો હોવાની વિગતો જાણવા મળી છે.પોલીસે મોકલેલા ડમી ગ્રાહક સાથે રૃા.૪૭૦૦નો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો.જેમાં યુવતીને માંડ રૃા.૧૧૦૦ જેટલા મળતા હતા.જ્યારે બાકીની રકમમાંથી રૃમ કે હોટલનું ભાડું ચૂકવાતું હતું.
એસ્કોર્ટ સર્વિસ વડોદરાના નામે વેબ સાઇટ પર યુવતીઓના ફોટા મુકી ગ્રાહકો શોધતી દલાલોની ગેંગમાં વડોદરાનું નેટવર્ક સંદિપ નામનો દલાલ ચલાવતો હોવાની વિગતો ખૂલતાં પોલીસે કબજે લેવાયેલા કોલ્સ ડિટેઇલ તેમજ વેબસાઇટની વિગતોને આધારે સંદિપની તપાસ હાથ ધરી છે.