Get The App

GUJCTOC : બિચ્છુ ગેંગના લીડર અસલમ બોડીયાની 5 કરોડની મિલકત ટાંચમાં લેવાશે

Updated: Feb 1st, 2021

GS TEAM


Google News
Google News
GUJCTOC : બિચ્છુ ગેંગના લીડર અસલમ બોડીયાની 5 કરોડની મિલકત ટાંચમાં લેવાશે 1 - image

વડોદરા,તા.1 ફેબ્રુઆરી,2021,સોમવાર

બિચ્છુ ગેંગના લીડર અસલમ બોડીયાએ અંદાજે રૃા.૪ થી ૫ કરોડની મિલકતો વસાવી હોવાની વિગતો પોલીસ તપાસી રહી છે.

મળતી માહિતી મુજબ,ગુજસીટોક કાયદા હેઠળ ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરતી ગેંગની મિલકતો પણ ટાંચમાં લેવાનો પોલીસને અધિકાર છે.આ માટે પોલીસને મિલકતો કેવી રીતે અને કોના નામે ક્યારે વસાવી તેની વિગતો તપાસવાની હોય છે.

બિચ્છુ ગેંગનો લીડર અસલમ બોડીયો ૨૫ વર્ષ પહેલાં રિક્ષા ચલાવતો હતો.પરંતુ ત્યારબાદ તેણે ગેંગ ઓપરેટ કરી જંગી મિલકતો વસાવી હોવાની આશંકા સેવાઇ રહી છે.

એવું ચર્ચાઇ રહ્યું છે કે,બોડીયા પાસે ૪૦ જેટલી રિક્ષાઓ છે.જ્યારે વાડી,નવાપુરા વિસ્તારમાં ચાર મકાનો, આજવારોડ અંબર કોમ્પ્લેક્સ ખાતે બે ઓફિસ,નવાપુરામાં એક દુકાન તેમજ એક થી દોઢ કિલો સોનું પણ ધરાવે છે.આ ઉપરાંત છોટાઉદેપુર, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ તેણે મિલકતો વસાવી હોવાની વિગતો ચર્ચામાં છે.પોલીસ ઉપરોક્ત વિગતોની ચકાસણી કરી રહી છે અને મિલકતોના પુરાવા ભેગા કરી રહી છે.

Tags :