Get The App

ગ્રામ્યવિસ્તારના મિલકત ધારકોને હવે પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે

Updated: Jul 19th, 2021

GS TEAM


Google News
Google News
ગ્રામ્યવિસ્તારના મિલકત ધારકોને હવે પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે 1 - image


સ્વામિત્વ યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ

ડ્રોનની મદદથી જિલ્લાના ૧૮ ગામોમાં રહેણાંક મિલકતોનું સર્વે હાથ ધરાશેઃજાખોરામાંથી પ્રોજેક્ટનો તા.૨૪મીથી પ્રારંભ થશે

ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં મિલ્કતધારકોને મિલ્કત કાર્ડ તૈયાર કરી આપવા માટે સ્વામિત્વ યોજના અમલી બનાવી છે. આ યોજના માટે ગાંધીનગર જિલ્લાને પાઇલોટ પ્રોજેક્ટ તરીકે પસંદગી કરવામાં આવી છે. આ યોજનાના આયોજન અર્થે આગામી તા. ૨૪મી ઓગસ્ટના રોજથી ગાંધીનગર તાલુકાના પાંચ ગામોમાં ડ્રોન દ્વારા સર્વેની કામગીરી શરૃ કરવામાં આવશે.

ભારત સરકારના પંચાયતરાજ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં મિલકતધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના આશયથી ડ્રોન ટેક્નોલોજી દ્વારા મિલકતોની માપણી કરવા માટે સ્વામિત્વ યોજના અમલી બનાવી છે. આ યોજના અંતર્ગત ભારત- રાજય સરકાર માટે સરવે ઓફ ઇન્ડિયા, પંચાયત વિભાગ અને મહેસુલ વિભાગના સંયુક્ત રીતે કામ કરશે. આ યોજનાના આયોજન અર્થે ગાંધીનગર જિલ્લાને પાઇલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. આ પાઇલોટ પ્રોજેકેટ  અર્થે ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્ય, જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમ, પ્રાંત અધીકારી, જિલ્લા નોંધણી નિરીક્ષક, નાયબ નિયામક, જમીન દફતર/ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ લેન્ડ રેકર્ડજ, તાલુકા વિકાસ અધિકરી, ડિસ્ટ્રીક્ટ ઇન્ફોમેટિકસ ઓફિસર અને સરવે ઓફ ઇન્ડિયાની કમિટી બનાવવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લાને આ યોજના પાઇલોટ પ્રોજેક્ટ માટે પસંદગી કરવામાં આવી છે. આ પાઇલોટ પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના કુલ- ૧૮ ગામોનો સર્વે કરવામાં આવશે. હાલમાં ગાંધીનગર તાલુકાના રાજપુરા, મુબારકપુરા, પીંઢારડા, માધવગઢ અને જાખારો ગામમાં ડ્રોનથી સરવેની કામગીરી કરવામાં આવશે. હાલમાં સર્વેની કામગીરી માટે ચૂના માર્કીંગની કામગીરી આ પાંચ ગામમાં ચાલુ છે. જેમાં તા. ૨૪મી ઓગસ્ટથી આ પાંચ ગામમાં આ કામગીરીનો આરંભ કરવામાં આવશે. જાખોરા ગામમાં શરૃ થતી પાઇલોટ પ્રોજેક્ટની કામગીરીના સુચારું આયોજન અર્થે કલેકટરના માર્ગદર્શન હેઠળ સુપ્રિન્ટેન્ડેટ ઓફ લેન્ડ રેકર્ડઝના અધ્યક્ષ સ્થાને આજરોજ બેઠક યોજાઇ હતી. જેમાં ગામના સરપંચ, તલાટી કમ મંત્રી સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડ્રોનથી સરવેની કામગીરી માટે ગામમાં ગામસભા પણ કરવામાં આવી છે.

 

 

ટેકનોલોજીની મદદથી દરેક ઘરના કાર્ડ સચોટ માપના આધારે બનાવાશે

ગ્રામીણ નાગરિકોને સંપત્તિના માલિકીનો હક્કની સાથે કાર્ડના આધારે લોન પણ મળશે 

ગ્રામીણ નાગરિકોને સંપત્તિના માલિકીનો હક્કની સાથે કાર્ડના આધારે લોન પણ મળશે આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોની રહેણાંક જમીનનું માપન ડ્રોન ટેક્નોલોજી દ્વારા કરવામાં આવશે. જે સર્વેક્ષણ અને માપણીની નવીનતમ ટેકનીક છે. ગામતળમાં આવતી દરેક મિલકતને ડ્રોનથી સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ડિજિટલ મેપ કરવામાં આવશે. દરેક ઘરના પ્રોપર્ટી કાર્ડ  સચોટ માપનના આધારે બનાવવામાં આવશે. આ કામગીરી દરમ્યાન ખાનગી મકાનો, છાપરાઓ અને ખુલ્લી જગ્યાઓ પર ચૂનો લગાવવામાં આવશે.

આ યોજના થકી ગ્રામીણ નાગરિકોને સંપત્તિના માલિકને માલિકીના હક્કો મળશે. માલિકી ગ્રામજનોને તેમની સંપત્તિના આથક ઉપયોગ માટ ે લોન લેવામાં સક્ષમ બનાવશે. ગામના રહેણાંક વિસ્તારના રેકોર્ડ પંચાયતોને પુરા પાડવામાં આવશે. સ્પષ્ટ આકારણી અને મિલકતની માલિકીના નિર્ધરણને કારણે, તેમનું મૂલ્ય પણ વધશે. આ યોજના થકી પંચાયતો દ્વારા સંપત્તિને કરવેરાની હેઠળ લાવવા અને કર વસૂલવાનું શક્ય બનશે અને આ આવકથી પંચાયતો ગ્રામીણ નાગરિકોને  વધુ સારી સુવિધા પૂરી પાડી શકશે. ડ્રોનના ઉપયોગથી સચોટ નકશા અને ગામના રેકોર્ડ ગ્રામ પંચાયત પાસે ઉપલબ્ધ થશે.


Tags :