Get The App

ગુજરાત સરકારની ચારે ય વીજ વિતરણ કંપનીઓનું ખાનગીકરણ

- ગુજરાતની કંપનીઓમાં મેગાવૉટદીઠ 10થી 11 માણસો છે, જ્યારે ખાનગી કંપનીઓમાં 4થી 5 વ્યક્તિઓ છે

Updated: Sep 28th, 2020

GS TEAM


Google News
Google News
ગુજરાત સરકારની ચારે ય વીજ વિતરણ કંપનીઓનું ખાનગીકરણ 1 - image


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 28 સપ્ટેમ્બર, 2020, સોમવાર

ગુજરાત સરકારની ચાર વીજ વિતરણ કંપનીઓનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઑફ પાવર દ્વારા ગુજરાત સરકારની ચાર વીજ વિતરણ કંપનીઓ ઉપરાંત દેશની બીજી 30 વીજ વિતરણ કંપનીઓનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

આ વીજ વિતરણ કંપનીઓ છેલ્લા 15 વર્ષમાં તેમના પરફોર્મન્સમાં સુધારો કરવામાં નિષ્ફળ ગઈ હોવાથી આ નિર્ણય લેવામાં આવી રહ્યા છે.આગામી પાંચમી ઓક્ટોબર સુધીમાં દરેક સ્ટેક હોલ્ડરને આ અંગે તેમના વાંધાસૂચનો આપી દેવાની સૂચના આપવામાં આવી છે.

વીજળીના સેક્ટરના જાણકારોનું કહેવું છે કે રાજ્ય સ્તરની વીજ વિતરણ કંપનીઓ હરીફાઈ ઊભી કરવામાં નિષ્ફળ ગઈ છે. વીજ નિયમન પંચ પણ તેમની વચ્ચે હરીફાઈ પેદા કરવામાં સફળ રહ્યા નથી.પરિણામે વીજ વિતરણ કંપનીઓની ખોટમાં વધારો થઈ રહ્યો છે.

દેશની વીજ વિતરણ કંપનીઓને માથે રૂા. 1,16,000 કરોડના દેવાનો બોજ છે કોલ ઇન્ડિયાને તેમણે તેમના પૈસા ચૂકવ્યા જ નથી. જુલાઈ 2020ની સ્થિતિએ આ દેવું છે. વીજ વિતરણ કંપનીઓને તેમાંથી બહાર લાવવા માટે કેન્દ્ર સરકારે 90,000 કરોડનું પૅકેજ લાવી હતી.

વીજ વિતરણ કંપનીઓ પાસે વીજળી પેદા કરતી કંપનીઓને ચૂકવવાના અને તેમના કર્મચારીઓને ચૂકવવાના પગારના નાણાં પણ નથી. પરિણામે સારૂ પરફોર્મન્સ ન આપી શકતી કંપનીઓ ખતમ થઈ જતી હોય તો છો ખતમ થઈ જાય તેવી નીતિ કેન્દ્ર સરકારે અખત્યાર કરી છે. તેથી પરિસ્થિતિ સુધરે તેવો આસાર જણાતો નથી. સમયે સમયે પરિસ્થિતિ વણસતી જ જશે તેવું માનવામાં આવૈે છે. 

જોકે ગુજરાતમાં પરિસ્થિતિ એટલી ખરાબ નથી.પશ્ચિમ ગુજરાત,દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત ્ને મધ્ય ગુજરાત નામથી ચાલતી ચાર વીજ વિતરણ કંપનીઓનું પરફોર્મન્સ આમતો સારૂ જ છે.

પરંતુ તેમની વીજ ઉત્પાદન કિંમત ઊંચી હોવાથી અન્ય કંપનીઓ સામેની હરીફાઈમાં ટકી શકતી નથી. બીજું તેમની ઉત્પાદન ક્ષમતા કરતાં ઓછી વીજળી પેદા કરતી હોવાથી પણ આ વીજ કંપનીઓની ઉત્પાદન કિંમત ઊંચી જઈ રહી છે. તેથી મેરિટ ઓર્ડરમાં તેમને સ્થાન મળતું નથી. સસ્તી વીજળી પહેલી ખરીદવાનો નિયમ છે. 

વીજ વિતરણ કંપનીઓની કાર્યક્ષમતાનો અભાવ તેમની મોટી નબળાઈ છે. ખાનગી કંપનીઓની તુલનાએ તેમની પાસે મૅનપાવર ખાસ્સો વધારે છે. તેની અસર પણ તેમની ઉત્પાદન કિંમત પર આવે છે. ગુજરાતની સરકારની વીજ કંપનીઓમાં મેગાવોટદીઠ 10થી 11નો મેનપાવર છે.

તેની સામે ખાનગી કંપનીઓમાં 4થી 5નો મેનપાવર જરૂર પડે છે. રાજ્યના વીજ નિયમન પંચો સરકારના દબાણને કારણે વીજદરમાં વધારો કરી આપવા તૈયાર નથી. સરકારી વીજ કંપનીઓનો ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લૉસ 25થી 32 ટકાની આસપાસનો છે. તેમાં વીજ ચોરીના આંકડાંઓનો પણ સમાવેશ થઈ જાય છે.

ખાનગી કંપનીઓ પાસેથી ઊંચા દામથી વીજળીની કરવામાં આવતી ખરીદી પણ આ સ્થિતિ માટે જવાબદાર છે. કંપનીની વાર્ષિક આવકની જરૂરિયાતનો ખર્ચ 80 ટકા જેટલો થાય છે. તેને પરિણામે ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટની ફોર્મ્યુલા હેઠળ યુનિટદીઠ વીજદર રૂા. 2.20 જેટલો ઊંચો થઈ ગયો છે.

ઉર્જા મંત્રી સૌરભ દલાલનું શું કહેવું છે

આ અંગેની જાણકારી હજી સુધી મારી પાસે આવી નથી. બીજું, વીજ વિતરણ કંપનીની લગતી બાબત એ સ્ટેટ સબ્જેક્ટ છે. કેન્દ્ર સરકાર આ માટે નીતિ તૈયાર કરે છે. તેનો અમલ કરવાનું રાજ્ય સરકારના હાથમાં છે. આ અંગે રાજ્ય સરકારના સ્તરે હજી સુધી કોઈ જ ચર્ચા કરવામાં આવી નથી.

Tags :