Get The App

વચગાળાના જામીન પર છુટીને કેદી ભાગી ગયો

છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજોના કેસમાં ત્રણ વર્ષની સજા થઇ હતી

Updated: Jan 17th, 2021

GS TEAM


Google News
Google News
વચગાળાના જામીન પર છુટીને કેદી ભાગી ગયો 1 - image

વડોદરા,તા, 17,જાન્યુઆરી,2021,રવિવાર

બનાવટી દસ્તાવેજો બનાવવાના ગુનામાં સજા ભોગવતો કેદી કોવિડ-૧૯ અંતર્ગત વચગાળાના જામીન પર છુટયા પછી ફરાર થઇ ગયો છે. 

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના હિરોલા ગામે રહેતા હિંમત દીતાભાઇ ભાભોરને છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજો બનાવવાના કેસમાં  સંજેલી કોર્ટે તા.૩૧-૧-૨૦૨૦ના રોજ ત્રણ વર્ષની સાદી કેદની સજા કરી હતી. જે સજા વડોદરા જેલમાં ભોગવતો હતો. 

કોવિડ-૧૯ અંતર્ગત કેદી હિંમત ભાભોરને તા.૩૧-૩-૨૦૨૦ના રોજ વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કેદીના વચગાળા  જામીનની મુદતનો વધારો થયો હતો અને તા.૩૧-૧૨-૨૦૨૦ના રોજ કેદીને જેલમાં પરત હાજર થવાનું હતું. પરંતુ  જેલમાં પરત હાજર થવાના બદલે તે ફરાર થઇ જતા જેલર દ્વારા કેદી વિરૃધ્ધ રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવવામાં આવી છે. 

Tags :