For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાત કેડરના IPS પ્રવિણ સિંહા ઇન્ટરપોલની એક્ઝિક્યુટીવ કમિટીમાં

Updated: Nov 26th, 2021

Article Content Image

પ્રવિણ સિંહા કેન્દ્રીય તપાસ એજન્સીમાં એસપી, ડીઆઇજી, જોઇન્ટ ડાયરેક્ટર તરીકે રહી ચૂક્યાં છે, હાલ એડિશનલ ડાયરેક્ટર

ગાંધીનગર : ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ)ના વિશેષ નિર્દેશક પ્રવિણ સિંહા ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશનની કાર્યકારી સમિતિ (એક્ઝિક્યુટીવ કમિટી) માં એશિયા માટેના પ્રતિનિધિ તરીકે ચૂંટાઇ આવ્યા છે.

ભારતમાંથી ઉમેદવાર બનેલા પ્રવિણ સિંહા કઠીન ચૂંટણીમાં વિજયી બન્યા હતા જેમાં ચીન, સિંગાપોર, રિપબ્લિક ઓફ કોરિયા અને જોર્ડનના સ્પર્ધકો ચુનંદા પેનલના બે પદ માટે સ્પર્ધામાં હતા. ચીનના મિસ્ટર બિન્ચેન એચયુ અને ભારતના પ્રવિણ સિંહા ત્રણ વર્ષની મુદ્દત માટે ડેલિગેટના હોદ્દા માટે ચૂંટાઇ આવ્યા છે.

એક્ઝિક્યુટિવ કમિટીના પ્રતિનિધિ માટેની ચૂંટણી ઇસ્તંબુલ, તુર્કીમાં ચાલી રહેલી 89મી ઇન્ટરપોલ જનરલ એસેમ્બલી દરમિયાન થઈ હતી. પ્રવિણ સિંહા 2000 અને 2021 દરમ્યાન કેન્દ્રીય તપાસ એજન્સીમાં એસપી, ડીઆઇજી, જોઇન્ટ ડાયરેક્ટર અને અત્યારે એડિશનલ ડાયરેક્ટર જેવા પદ પર રહી ચૂક્યાં છે. 1996માં એસીબી, અમદાવાદમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે પણ તેમણે કામ કર્યું છે.

Gujarat