Get The App

વિરપુરના ખેરોલી ગામે રાજકીય નેતાઓની પ્રવેશબંધીના બેનરો લાગતા રાજકીય હડકંપ

- ગામમાં રસ્તાઓના કામ ન થતા લોકો અકળાયા

- નાયબ મુખ્યમંત્રીને રજૂઆત છતાં રસ્તો ન બનતા ભાજપ-કોંગ્રેસના નેતાઓનો વિરોધ કરી રોષ વ્યક્ત કર્યો

Updated: Feb 19th, 2020

GS TEAM


Google News
Google News
વિરપુરના ખેરોલી ગામે રાજકીય નેતાઓની પ્રવેશબંધીના બેનરો લાગતા રાજકીય હડકંપ 1 - image


નડિયાદ, તા.18 ફેબ્રુઆરી 2020, મંગળવાર

વિરપુર  તાલુકાના એક ગામે નેતાઓને પ્રવેશબંધીના બેનરો લાગતા રાજકીય હડકંપ મચી ગયો હતો.ગામના રોડ રસ્તાઓના કામ ન થતા હોવાના આક્ષેપ સાથે બેનરો લાગ્યા હોવાનુ સ્થાનિકો જણાવી રહ્યા છે.

વિરપુરના ખેરોલી ગામે નેતાઓને પ્રવેશબંધીના બેનરો લાગ્યા છે.જેમાં જણાવ્યું છે કે જ્યા સુધી અમારા ગામ(ખેરોલી)નો રસ્તો ન બને ત્યાં સુધી ભાજપ અને કોંગ્રેસના કોઇ પણ નેતાઓએ ખેરોલી ગામની અંદર પ્રવેશ કરવો નહી તેમ બેનરમાં જણાવ્યુ છે.ખેરોલી ગામમાં બેનર લાગવાના કારણે રાજકીય ભૂકંપ સર્જાયો છે.આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતુ કે કોંગ્રેસના એમ.એલ.એ હોવાના કારણે વિકાસ રુંધાયો હોવાનુ જણાવ્યુ હતુ.

આ અંગે ખેરોલી ગામના સ્થાનિકોએ જણાવ્યુ હતુ કે છેલ્લા ૯ વર્ષથી રોડ રસ્તાનો વિકાસ થયો નથી.આ અંગે ગ્રામજનોને ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલને રજૂઆત કરી હતી.તેમ છતા ગામનો રસ્તો બનાવવામાં આવ્યો નથી.જેથી ગ્રામજનો રોષે ભરાયા છે,અને ગામમાં બેનર મારીને રાજકીય નેતાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Tags :