Gujarat

પોલીસમાં નોકરી કરવા માંગતા યુવાનોને માટે ખુશખબરી, 7 હજારથી વધુ પદો પર થશે ભરતી

By GS Team
14 Sep 20202 mins read
This article was originally published on 14 Sep 2020
પોલીસમાં નોકરી કરવા માંગતા યુવાનોને માટે ખુશખબરી, 7 હજારથી વધુ પદો પર થશે ભરતી

અમદાવાદ, તા. 14 સપ્ટેમ્બર 2020, સોમવાર

પોલીસમાં ભરતી થવા માગતા યુવાનો માટે મોટા સમાચાર આવ્યા છે. જેમાં રાજ્ય પોલીસના મહેકમમાં વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. પોલીસ દળમાં 7610 જગ્યાઓ પર ભરતીની મંજૂરી આપવામાં આવી છે. ગૃહ વિભાગે જગ્યાઓને મંજૂરી કરતો પત્ર રજૂ કર્યો છે.

પોલીસ ભરતીને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે પોલીસ દળમાં 7,610 કર્મીઓની ભરતીની મંજૂરી આપી છે. આ ઉપરાંત મહેકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ગૃહમંત્રાલયની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો.

નોંધનિય છે કે, રાજ્યમાં લોકડાઉન પહેલા ભરતી પ્રક્રિયાને લઈને ઘણા ઉમેદવારોએ આંદોલન પણ કરી ચુક્યા છે. રાજ્ય સરાકારના આ નિર્ણયથી પોલીસમાં ભરતી થવા માગતા યુવાનો માટે આ સોનેરી તક છે.

ગુજરાતમાં ભરતી પ્રક્રિયા છેલ્લા ઘણા સમયથી અટકી પડી છે ત્યારે CMના મતે આગામી 5 માસમાં 20 હજાર પોસ્ટ માટે સીધી ભરતી કરવામાં આવશે ત્યારે કોંગ્રેસે આંકડા રજુ કરી રહ્યું છે કે, રાજ્યમાં 18 હજારથી વધારે પદ એવા છે. જેમાં પરીક્ષા માટે ફોર્મ ભરાઈ ગયા પરંતુ અલગ અલગ કારણોસર સરકાર ભરતી કરતી નથી અને ફોર્મ ભરાવવા માટે જ સરકારે 100 કરોડ જેટલી રકમ ઉઘરાવી લીધી છે. આ રૂપિયા ક્યાં વાપર્યા તેનો હિસાબ સરકારે આપવો જોઈએ

બીજી બાજુ ભાજપે પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યો અને કહ્યું છે કે, ભાજપ સરકારમાં 1 લાખથી વધારે પદ માટે ભરતી થઇ છે તો આગામી 5 માસમાં 20 હજાર સીધી ભરતી કરવામાં આવશે અને એજ રીતે આગામી વર્ષમાં પણ ભરતી પ્રક્રિયા ચાલુ જ રહેશે.