Get The App

માસ્ક ન પહેરતા પોલીસે યુવકના માથામાં દંડો ફટકારતા ઘાયલ

એક્ટીવા પર મિત્ર સાથે જઈ રહેલો યુવક નીચે પટકાતા ગંભીર ઈજા ઃ આઈસીયુમાં દાખલ

Updated: Jul 13th, 2020

GS TEAM

Google News
Google News

 

અમદાવાદ,  સોમવાર

જમાલપુર દરવાજા પાસેથી એક્ટીવા પર મિત્ર સાથે પસાર થઈ રહેલા યુવકે માસ્ક પહેર્યું ન હોવાથી સાદા ડ્રેસમાં ઉભેલા પોલીસે તેના માથામાં લાકડી ફટકારી હતી. જેને કારણે યુવક વાહન પરનો કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે ટકરાઈને નીચે પટકાયો હતો. જેમાં તેના માથામાં ગંભીર ઈજા થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં દાખલ કરાયો છે. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.માસ્ક ન પહેરતા પોલીસે  યુવકના માથામાં દંડો ફટકારતા ઘાયલ 1 - image

આ બનાવની વિગત મુજબ જમાલપુરામાં દાદીબીબીની મસ્જીદ પાસે રહેતો જુનેદ મહેબુબખાન પઠાણ(૨૩) મણીનગરમાં એક કંપનીમાં મિકેનીક તરીકે કામ કરે છે. ૧૨ જુલાઈના રોજ ગ્રાહકને એક્ટીવા આપવાનું હોવાથી તે તેના મિત્ર સોહિલ સાથે જમાલપુર ગયો હતો. જોકે ગ્રાહક ન મળતા તે ઘરે પરત આવી રહ્યો હતો. દરમિયાન જમાલપુર દરવાજા પાસે માસ્ક પહેર્યું ન હોવાથી સાદા ડ્રેસમાં ઉભેલા પોલીસે જેવા લાગતા શખ્સે તેને ઉભા રહેવા ઈશારો કર્યો હતો. જોકે જુનેદ ઉભો રહેેયો ન હતો અને જમાલપુર દરવાજા તરફ એક્ટીવા હંકારી મુક્યું હતું.

બીજીતરફ પોલીસ જેવા દેખાતા સાદા ડ્રેસમાં ઉભેલા શખ્સે જુનેદના મોઢાના ભાગે લાકડી ફટકારી દીધી હતી. જેને કારણે જુનેદે વાહન પરનો કાબુ ગુમાવતા તે જમાલપુર દરવાજા લાઈટના ડીપી પાસે આવેલા ડિવાઈડર સાથે ટકરાયો હતો. જુનેદને માથામાં ગંભીર ઈજા થતા તેે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે જુનેદના પિતાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગે સ્થાનિક ધારાસભ્યોએ પોલીસ કમિશનર આશિષ ભાટીયા સમક્ષ માર મારનાર પોલીસ વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા રજુઆત કરી હતી. તેમણે સીસીટીવી ચેક કરીને જવાબદાર પોલીસ વિરૃધ્ધ કડક કાર્યવાહીની માંગણી કરી હતી.

Tags :