અમદાવાદ, તા.15 જુલાઈ 2020, શુક્રવાર
નરોડા પોલીસે ચોક્કસ બાતમી આધારે નરોડા જીઆઇડીસી ખાતે આવેલ અમૃત હોટલ, રેસ્ટોરન્ટ અને ગેસ્ટ હાઉસમાં દરોડો પાડયો હતો અને ત્યાંથી રૂપલલના તેમજ ગ્રાહકની ધરપકડ કરી હતી.
નરોડા પોલીસે ગેસ્ટહાઉસના માલિક વિનોદભાઈ પટેલ ગેસ્ટહાઉસના મેનેજર જીગ્નેશ સોલંકી તેમજ ગ્રાહક વસંતકુમાર, એન પંચાલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


