Get The App

ગાંધીનગર પોલીસે આરોપી વિરૂધ્ધ માત્ર આઠ દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી

Updated: Nov 15th, 2021

GS TEAM

Google News
Google News
ગાંધીનગર પોલીસે આરોપી વિરૂધ્ધ માત્ર આઠ દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી 1 - image


રાંચરડા પંથકમાં બાળકીઓ પર દુષ્કર્મનો મામલો

500 પાનાની ચાર્જશીટમાં 65 જેટલા નિવેદનો, સીસીટીવી ફુટેજ, ટેકનિકલ રિપોર્ટ : આરોપી વિજય ઠાકોર સામે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચાલશે

અમદાવાદ : ગાંધીનગર જિલ્લાના ખાત્રજ અને રાંચરડામાં દિવાળીના તહેવારો દરમિયાન ત્રણ થી પાંચ વર્ષની માસૂમ બાળકીઓ પર દુષ્કર્મ આચરનાર આરોપી વિજય ઠાકોર સામે ગાંધીનગર પોલીસ દ્વારા માત્ર આઠ દિવસમાં જ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.  હાલ પોલીસ એક કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. જો કે હજુ વિજય ઠાકોર વિરૂધ્ધ દુષ્કર્મ અને હત્યાના અન્ય ગુનાઓમાં પણ ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.

આ સાથે સમગ્ર કેસની પ્રક્રિયા ગૃહ વિભાગની સુચનાથી ફાસ્ટટ્રેક કોર્ટમાં શરૂ કરવામાં આવતા ખુબ ઝડપથી સમગ્ર કેસનો ચુકાદો આવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લાના રાંચરડા અને  ખાત્રજ વિસ્તારમાં દિવાળીના તહેવાર દરમિયાન પાંચ વર્ષની બાળકી પર બળાત્કારની ઘટના ની બની હતી.

બાદમાં  ત્રણ વર્ષની બાળકીની હત્યા કરીને તેના પર દુષ્કર્મ કરાયાની અને અન્ય પાંચ વર્ષની બાળકીને સાથે બળાત્કારના બનાવો સાંતેજ  પોલીસ મથકે નોંધાયા હતા.  આ કેસમાં ગાંધીનગર  પોલીસે વિજય ઠાકોર નામના સાયકો રેપિસ્ટની ધરપકડ કરીને પુછપરછ કરતા વધુ  એક દુષ્કર્મ અને અન્ય એક દુષ્કર્મના પ્રયાસની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. 

જેમાં  તમામ કેસની તપાસ ગાંધીનગર એલસીબી પીઆઇ એચ પી ઝાલાને સોંપવામાં આવતા આરોપી વિજયની આઠ દિવસ પહેલા પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મના કેસમાં રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જે કેસમાં  પોલીસે આજે ગાંધીનગર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી  છે.

500 પાનાની ચાર્જશીટમાં પોલીસે આરોપી વિરૂધૃધ સજ્જડ પુરાવા રજૂ કર્યા છે. જેમાં 65 જેટલા લોકોના નિવેદન, ઘટના સૃથળે આરોપીની હાજરી પુરવાર કરતા ટેકનીકલ રિપોર્ટ, સીસીટીવી ફુટેજ તેમજ મોબાઇલમાં ચાઇલ્ડ પોર્નગ્રાફી જોઇને ગુનો આચરતો હોવાની માનસિકતા છતી કરતા પુરાવા પણ ચાર્જશીટમાં મુકવામાં આવ્યા છે. 

ગાંધીનગર રેંજ આઇજી અભય ચુડાસમાએ જણાવ્યું કે આ ખુબ સંવેદનશીલ અને હિચકારી ગુનો છે. જેથી કેસની તપાસ ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચને સોંપી છે. ખુબ ટૂંકા સમયમાં જ ચાર્જશીટ ફાઇલ થતા હવે આ કેસ ઝડપથી ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે.

તો હાલ આરોપીના  વિજય ની  ત્રણ વર્ષની બાળકીની હત્યા અને બળ ાત્કારના ગુનામા રિમાન્ડ મેળવીને પુછપરછ કરવામાં આવી રહી છે. જે કેસમાં પણ ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરવામાં આવશે. આરોપીને તેના અમાનુષી કૃત્ય માટે સખતમાં સખત સજા થાય તે માટે  સજ્જ પુરાવાને આધારે ચાર્જશીટની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.

Tags :