app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

કોલ ડીટેઇલ રેકોર્ડ આપનાર ઝોન-૫ ડીસીપી સ્કવોડનો કોન્સ્ટેબલ ઝડપાયો

એમીગોના અમિત સિંગની ખંડણી માંગવાના કેસમાં નવો વળાંક

અમિતસિંઘ પોલીસ કોન્સ્ટેબલ કોલ ડેટા દીઠ બે થી પાંચ લાખ રૃપિયા આપતો હતોઃ ડીસીપીના લેટરપેડ અને સ્ટેમ્પનો ઉપયોગ કરીને ડેટા લેવાતા હતા

Updated: Sep 26th, 2023

અમદાવાદ, મંગળવાર

એમિગો એથીકલ હેકિંગ અને સાયબર સિક્યોરીટી કંપનીની આડમાં જાસુસી કરીને લોકોને બ્લેકમેઇલ કરીને લાખ રૃપિયા પડાવવાના કેસની તપાસમાં નવો વંળાક આવ્યો છે. જેમાં સાયબર ક્રાઇમ દ્વારા ડીસીપી ઝોન-૫ સ્કવોડમાં  ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલની સાયબર ક્રાઇમે ધરપકડ કરવામાં આવી છે. . કોન્સ્ટેબલ દ્વારા અનેક લોકોના કોલ ડેટા રેકોર્ડ અમિતસિંધને આપવામાં આવતા હતા અને એનાલીસીસ કરીને લોકોને ટારગેટ કરવામાં આવતા હતા. અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા અમિતસિંઘની ધરપકડ કરી હતી. અમિતસિંઘ  પોતે નવરંગપુરા ખાતે અમીગો સાયબર સિક્યોરિટીના નામે ઓફીસ ધરાવી પોતે સાયબર એક્સપર્ટ હોવાનું જણાવતો હતો.  જો કે તેની ખંડણીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં  તેની ઓફિસમાં તપાસ કરતા પોલીસને  જુદા જુદા મોબાઈલ નંબરોના કોલ ડેટા રેકોર્ડની ફાઇલ મળી આવી હતી. જે અંગ  પૂછપરછ કરતા તેણે આ ડેટા  ડીસીપી ઝોન-૫ના સ્ટાફમાં  કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિનય કથીરીયાએ આપ્યાનું જણાવ્યું હતું.   જે અંગે વધુ પુછપરઠછ કરતા જાણવા મળ્યું હતું કે વિનય કથીરીયા અમીતસિંઘની ઓફિસમાં સાયબરની ટ્રેનિંગ લેતો હતો અને અમીતસિંઘ પાસે અલગ અલગ ગ્રાહકો આવતા તેઓની જરૃરિયાત મુજબ તે કોન્સ્ટેબલ પાસેથી ડેટા મેળવી આપતો હતો, જેના બદલામાં વિનય કથીરીયાને  લાખો રૃપયા આપતો હતો. જે માહિતી બહાર આવતા  સાયબર ક્રાઈમે વિનય કથીરિયાની ધરપકડ કરી છે. વિનય કથીરીયા અમદાવાદ શહેર પોલીસના ડીસીપી ઝોન-૫ ઓફિસમાં ઓપરેટર તરીકે વર્ષ ૨૦૧૭થી કામ કરતો  હતો. સાયબર ક્રાઈમને અનેક લોકોના કોલ ડેટા  મળી આવ્યા છે, સાથેસાથે  વિનયના ઘરે તપાસ કરતા લેપટોપ અને મોબાઈલ પણ મળી આવ્યું છે .જેની તપાસ અને એનાલીસીસ શરૃ કરાયુ છે. સામાન્ય રીતે કોઈ પણ મોબાઈલ નંબરના કોલ ડેટા રેકોર્ડ જોઈતા હોય તો ડીસીપી કક્ષાના અધિકારીના સહી કરેલા લેટરપેડના આધારે જ ટેલિકોમ કંપની તે આપતી હોય છે. આ કિસ્સામાં વિનય કથીરીયા ઓપરેટર તરીકે ફરજ બજાવતો હોવાથી ડીસીપીના લેટરપેડનો ઉપયોગ કરીને કોલ ડેટા મેળવતો હતો. હાલ તો આ મામલે વિનય કથીરીયાના  ૧૦ દિવસના રિમાન્ડ મેળવીને તપાસ કરવામાં આવી રહી છે.  ઉપરાંતવિનય કથીરીયા સામે પ્રીવેંશન ઓફ કરપશન એકટની કલમો ઉમેરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 

Gujarat