રમણ પટેલ અને પુત્રને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું
આરોપીઓે જ્યાં દસ્તાવેજ તૈયાર કર્યા હતા ત્યાં પણ તપાસ કરી ઃ એક ટીમના રાજસ્થાનમાં ધામા
અમદાવાદ, રવીવાર
દહેજ માટે પરિણીતાને મારઝુડ કરવાના પોપ્યુલર બિલ્ડરના ચકચારી કેસમાં વસ્ત્રાપુર પોલીસ ેરમણ પટેલ અને તેમના દિકરા મોનાંગ પટેલને સાથે રાખીને તેમના ઘરે જઈને બનાવનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું. તે સિવાય જે દસ્તાવેજો આરોપીઓએ તૈયાર કર્યા હતા તે અંગે પણ તપાસ કરી હતી. બનાવ બાદ બિલ્ડર રમણ પટેલ અને તેમનો દિકરા રાજસ્થાન ગયા હોવાથી વસ્ત્રાપુર પોલીસની એક ટીમ રાજસ્થાનમાં પણ તપાસ કરી રહી છે.
વસ્ત્રાપુરમાં માતા સાથે રહેતા ફિઝુબહેને દહેજ માટે શારીરિક અને માનસિક ત્રાસ આપતા પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ અને તેમની દિકરા મોનાંગ પટેલ સહિતના સાસરીયાઓ વિરૃધ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વસ્ત્રાપુર પોલીસે આજે રમણ પટેલના સેટેલાઈટ સ્થિત ઘનશ્યામપાર્ક સોસાયટીના પોપ્યુલર બંગલોના ઘરે જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
પોલીસે આ સમયે રમણ પટેલ અને તેમના દિકરાને સાથે રાખ્યા હતા. તે સિવાય પોલીસે રમણ પટેલ અને તેમના દિકરાએ જે દસ્તાવેજો તૈયાર કરીને તેની પર ફિઝબહેનની સહીઓ કરાવી હતી તે જગ્યાની પણ તપાસ કરી હતી. તે સિવાય રમણ પટેલ અને મોનાંગ પટેલ તેમની વિરૃધ્ધ ગુનો નોંધાતા રાજસ્થાન ચાલ્યા ગયા હતા. જેને પગલે વસ્ત્રાપુર પોલીસની એક ટીમ રાજસ્થાનમાં તપાસ કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ૧ ઓગસ્ટના રોજ ફિઝબહેનની દિકરીનો બર્થડે હોવાથી ફિધુબહેનના માતાપિતા ઉપરાંત અન્ય પરિવારજનો પોપ્યુલર બંગલોમાં એકઠા થયા હતા. જ્યાં સાસુ સસરાએ તુ તારા પિયરમાંથી કંઈ લાવી નથી અને અમારો પૈસો જોઈને મારા દિકરા સાથે લગ્ન કર્યા છે કહીને ઝઘડો કર્યો હતો. ફિઝુબહેનના પિતા મુકેશબાઈ પણ અહીં હાજર હતા.
તેમણે ફિઝુબહેનની માતા સાથે ૨૫ વર્ષ પહેલા ડિવોર્સ લીધા હતા અને અલગ રહે છે. તેમને મા દિકરી પર પહેલેથી જ દાઝ હોવાથી ફિઝુબહેનના સાસરીયાઓની ઉશ્કેરણી કરી હતી અને બન્ને મા દિકરીને મારો જેથી સીધા થઈ જાય કહીને ગાળા ગાળી કરી હતી.
તે સિવાય પતિ મોનાંગ પટેલે ફિઝુબહેને છથી સાત લાફા મારીને નાક પર ફેંટો મારતા ફિઝુબહેનનો દાંત તુટી ગયો હતો. જેને પગલે તેમણે તે સમયે પતિ મોનાંગ પટેલ, સસરા રમણ પટેલ, સાસુ મયુરીકા બહેન પટેલ અને પિતા મુકેશભાઈ પટેલ વિરૃધ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંદાવી હતી. ત્યારબાદ તમણે સાસરીયાઓ વિરૃધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો પણ દાખલ કરાવ્યો હતો.
બીજીતરફ સાસરીયાઓે દ્વારા ફિઝુબહેનને પુરાવા રજુ ન કરવા અઢી કરોડ રપિયા મોકલવામાં આવ્યા હતા. આ નાણાં ક્રાઈમ બ્રાંચે ફિઝુબહેનના નવરંગપુરામાં રહેતા સંબંધીના ઘરેથી કબજે કર્યા હતા. બાદમાં ફિઝુબહેનનું અપહરણ, ધાકધમકી આપી આરોપીઓની તરફેણમાં સોગંદનામુ અને દસ્તાવેજો પર સહી કરાવી ગોંધી રાખવા સંદર્ભની કલમો ઉમેરવામાં આવી હતી.