Gujarat

આંબેડકર ઓપન યુનિ.ના ફભની નિમણૂક સામે પિટિશન

By GS Team
29 Dec 20211 min read
This article was originally published on 29 Dec 2021
આંબેડકર ઓપન યુનિ.ના ફભની નિમણૂક સામે પિટિશન

અમદાવાદ, બુધવાર

અમદાવાદ સ્થિત બાબસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની નિમણૂકને ગુજરાત હાઇકોર્ટમાં પડાકરી છે. નિયુક્ત કુલપતિ જરૃરી અનુભવ ન ધરાવતા હોવાનો તેમજ તેમની પસંદગી યોગ્ય ન હોવાનો આક્ષેપ પિટિશનમાં કરવામાં આવ્યો છે. હાઇકોર્ટે યુનિવર્સિટી સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી વધુ સુનાવણી નવમી ફેબુ્રઆરીના રોજ નિયત કરી છે.


અરજદાર દ્વારા આ અંગે બે વર્ષ પહેલા અરજી કરાઇ હતી પરંતુ તેની સુનાવણી થઇ નહોતી. જેથી હવે અરજદારે ફરી કેસની સુનાવણી નિયત કરવા માંગણી કરી હતી. જેમાં હાઇકોર્ટે પ્રતિવાદીઓને નોટિસ પાઠવી હતી. અરજદારનો આક્ષેપ છે કે કુલપતિ તરીકે નિયુક્ત થવા માટે પ્રોફેસર તરીકેનો દસ વર્ષનો અનુભવ જરૃરી છે પરંતુ નિયુક્ત કુલપતિ ડૉ. અમી ઉપાધ્યાય ૧૦ વર્ષનો અનુભવ ધરાવતા નથી. તેમને વર્ષ ૨૦૧૧માં પી.એચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી હતી અને ૨૦૧૩માં તેમની નિમણૂક પ્રોફેસર તરીકે થઇ હતી. તેથી તેઓ ૨૦૧૩ સુધી કુલપતિ બની શકે તેમ નથી. આ ઉપરાંત તેઓ જરૃરરી એ.પી.આઇ. સ્કોર પણ ધરાવતા નથી.