પીઆઇ અજય દેસાઇને સસ્પેન્ડ કરી દેવાયા
પીઆઇ દેસાઇ સામે તપાસનો પણ કરવામાં આવેલો હુકમ
વડોદરા તા.26 વડોદરા જિલ્લાના પીઆઇ અજય દેસાઇની પત્ની સ્વીટીબેનની હત્યાના કેસમાં સંડોવણી બહાર આવ્યા બાદ ડીએસપીએ પીઆઇને સસ્પેન્ડ કરી દીધા હતાં.
ઉલ્લેખનીય છે કે પીઆઇ દેસાઇએ પોતાની પત્ની સ્વીટીબેન ગુમ થઇ હોવાની ફરિયાદ સૌપ્રથમ પીઆઇએ સ્વીટીબેનના સાળા દ્વારા કરજણ પોલીસમાં આપી હતી. લાંબો સમય સુધી સ્વીટીબેનનો કોઇ પત્તો નહી લાગતા આખરે ગૃહખાતામાંથી તપાસ માટેના ઓર્ડરો આવ્યા બાદ સમગ્ર જિલ્લાપોલીસતંત્રને જાણ થઇ હતી કે પીઆઇ દેસાઇના પત્ની એક મહિનાથી ગુમ છે.
જિલ્લા પોલીસની તપાસ દરમિયાન કેટલાક પુરાવા મળ્યા હતા અને બાદમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ હાથ ધરાતા પીઆઇ દેસાઇએ જ પત્ની સ્વીટીબેનની હત્યા થઇ હોવાનું બહાર આવ્યું હતું. પીઆઇ દેસાઇની ધરપકડ સાથે ડીએસપી દ્વારા પીઆઇ દેસાઇ સામે તપાસ સોંપવામાં આવી હતી અને ગઇકાલે હેડક્વાર્ટર ડીવાયએસપી દ્વારા પીઆઇ દેસાઇને સસ્પેન્ડ કરવાનો હુકમ સુપરત કરવામાં આવ્યો હતો.