Get The App

પીજી મેડિકલમાં અંતે ૧૨મીથી પ્રવેશ પ્રક્રિયા શરૂ

૧૬મી સુધી રજિસ્ટ્રેશન,૧૭મી સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઃ ૧૮૦૦થી વધુ બેઠકો માટે પ્રક્રિયા

Updated: Nov 10th, 2021

GS TEAM


Google News
Google News
પીજી મેડિકલમાં અંતે ૧૨મીથી પ્રવેશ પ્રક્રિયા શરૂ 1 - image

અમદાવાદ

પીજી મેડિકલમાં સ્ટેટ ક્વોટાની સરકારી,ખાનગી અને મેનેજમેન્ટ-એનઆરઆઈ ક્વોટાની બેઠકો માટે અંતે પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરી દેવાઈ છે. સરકારની મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ૧૨મીથી ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૃ થશે.

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા ૧૧મી સપ્ટેમ્બરે દેશભરમાં લેવાયેલી પીજી મેડિકલ નીટનું પરિણામ જાહેર થયાને પણ ઘણા દિવસો થઈ ગયા પરંતુ કોર્ટ કેસ અને અન્ય વિવાદોને લઈને પ્રવેશ પ્રક્રિયા શરૃ કરાઈ ન હતી. વિદ્યાર્થીઓએ તાકીદે પ્રવેશ પ્રક્રિયા શરૃ કરવા માટે કેન્દ્ર સરકાર અને કોર્ટમાં પણ અપીલ કરી હતી.પીજી ડેન્ટલ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે પરંતુ મેડિકલ પ્રવેશ પ્રક્રિયા બાકી હતી ત્યારે  આજે ગુજરાત સરકારની મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા સ્ટેટ ક્વોટાની બેઠકો માટે ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરવામા આવી છે.

જે મુજબ ૧૨મીથી ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન પિન વિતરણ અને ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૃ થશે.જે ૧૬મીએ સાંજ સુધી ચાલશે.હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ ડોક્યુમેન્ટની નકલ જમા કરવા માટેની પ્રક્રિયા ૧૭મી સુધી ચાલશે. રજિસ્ટ્રેશન બાદ હેલ્પ સેન્ટર ખાતે વિદ્યાર્થીએ ફરજીયાત જવાનું રહેશે. એનઆરઆઈ ઉમેદવારોએ અરજી પછી પ્રક્રિયા ફી તરીકે ૨૫૦૦૦ રૃપિયાનો ડિમાન્ટ ડ્રાફટ પ્રવેશ સમિતિની ઓફિસે જમા કરવાનો રહેશે.નીટ-પીજી પરીક્ષામાં ક્વોલિફાઈ થયેલા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે અને પીજી મેડિકલ ડિગ્રી-ડિપ્લોમાની સરકારી,ખાનગી કોલેજોની અને મેનેજમેન્ટ તેમજ એનઆરઆઈ ક્વોટાની ૧૮૦૦થી વધુ બેઠકો છે.   

Tags :