Get The App

ગુજરાતમાં પેટ્રોલનો ભાવ 100થી ઉપર છતાં બીજા રાજ્યો કરતાં ઓછો

Updated: Oct 7th, 2021

GS TEAM


Google News
Google News
ગુજરાતમાં પેટ્રોલનો ભાવ 100થી ઉપર છતાં બીજા રાજ્યો કરતાં ઓછો 1 - image


કેન્દ્ર કે રાજ્ય સરકાર પેટ્રોલ પરના વેરા ઘટાડવા તૈયાર નથી

રાજ્યમાં પેટ્રોલ 100 રૂપિયા પાર કરી ગયું છે ત્યારે નાણા મંત્રીએ એટલું જ કહ્યું કે અમે અગાઉ વિધાનસભામાં જવાબ આપી દીધો છે

ગાંધીનગર : ગુજરાતમાં પેટ્રોલ 100 રૂપિયાને ક્રોસ કરી ગયું છે અને લોકોમાં તીવ્ર રોષ છે છતાં કેન્દ્ર કે રાજ્ય સરકાર પેટ્રોેલ પરના વેરા ઘટાડવા તૈયાર નથી. ગુજરાત પણ પેટ્રોેલ અને ડીઝલ પરનો વેલ્યુ એડેડ ટેક્સ અને ચાર ટકાનો સેસ ઓછો કરવા તૈયાર નથી.

આ અગાઉ જીએસટી કાઉન્સિલની મળેલી બેઠકમાં પણ આવકના મુદ્દે ગુજરાત સરકારનું વલણ બીજા રાજ્યો જેવું રહ્યું હતું. ગુજરાતે પણ પેટ્રોલિયમ પેદાશોને જીએસટી હેઠળ આવરી લેવાનો વિરોધ કર્યો હતો. રાજ્યના કેબિનેટ મંત્રીઓ અત્યારે જન આશીર્વાદ યોજનામાં વિસ્તારો ફરી રહ્યાં છે ત્યારે રાજ્યના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ પણ કહ્યું હતું કે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના જે ભાવ છે તે અન્ય રાજ્યો કરતાં ઓછાં છે.

પેટ્રોલિયમ પેદાશોના ભાવવધારા મુદ્દે પૂછવામાં આવેલા એક સવાલના ઉત્તરમાં તેમણે કહ્યું હતંા કે અમે વિધાનસભામાં પણ જવાબ આપી ચૂક્યાં છીએ કે પેટ્રોલ અને ડીઝલમાં ગુજરાતના ભાવ અન્ય રાજ્યો કરતાં ઓછા છે. જો કે વેટ ઘટાડવાના મુદ્દે તેઓ મૌન રહ્યાં હતા.

નવસારીના ગણદેવીમાં યાત્રા સમયે મિડીયા સાથેની ચર્ચામાં તેમણે અન્ય રાજ્યો સાથે ગુજરાતના ભાવની સરખામણી કરી હતી અને બીજું કઇપણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. ગુજરાતમાં 2020-21ના વર્ષમાં સરકારને પેટ્રોલ પેટે 2984 કરોડ અને ડીઝલ પેટે 6960 કરોડ રૂપિયાનો વેટ મળ્યો છે. રાજ્યમાં પેટ્રોેલ પર 20.1 ટકા અને ડીઝલ પર 20.2 ટકા વેટ છે, એ ઉપરાંત બન્ને ઇંધણ પર ચાર ટકા સેસ લેવામાં આવે છે.

Tags :