Gujarat

અમદાવાદમાં કોરોનાના ૯૮કેસ નોંધાયા

By GS Team
25 Feb 20221 min read
This article was originally published on 25 Feb 2022
અમદાવાદમાં કોરોનાના ૯૮કેસ નોંધાયા

  અમદાવાદ,શુક્રવાર,25 ફેબ્રુ,2022

અમદાવાદ શહેરમાં શુક્રવારે દૈનિક કેસમાં ૧૪ કેસનો ઘટાડો થતા કોરોનાના નવા ૯૮ કેસ નોંધાયા હતા.સતત ચોથા દિવસે પણ કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નહોતું. ૧૯૯ દર્દી સાજા થયા હતા.શહેરમાં ૧૬૮૬ લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ, ૧૧૧૧૫ લોકોને રસીનો બીજો ડોઝ અને ૧૦૫૭ લોકોને પ્રિકોશન ડોઝ અપાતા કુલ ૧૩૮૫૮ લોકોને કોરોના રસી આપવામાં આવી હતી.૧૫ થી ૧૮ વયના બાળકો પૈકી ૪૪૦ બાળકોને કોરોના રસીનો પહેલો અને ૩૦૮૬ બાળકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.