(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર
વિદ્યાર્થીઓને એડમિશન આપીને વરસ આખું ભણાવ્યા વિના જ બે વરસને અંતે ડિપ્લોમા ઇન ફાર્મસીની ડિગ્રી આપી દેતી કૉલેજોમાંથી ડિપ્લોમા મેળવતા વિદ્યાર્થીઓ પર બ્રેક લગાવવા માટે ફાર્મસી કાઉન્સિલ ઑફ ઇન્ડિયાએ ૨૪મી ફેબુ્રઆરીએ એક નોટિફિકેશન બહાર પાડીને ડિપ્લોમા ધારકને ફાર્મસી કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન મેળવવા માટે એક્ઝિટ એક્ઝામની પ્રથા દાખલ કરી છે. આ એક્ઝામ ક્લિયર કરનાર ડિપ્લોમા ઇન ફાર્મસીને જ રજિસ્ટ્રેશન આપવામાં આવશે.
ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રમુખ મોન્ટુ પટેલનુ ંકહેવું છે કે આ એક્ઝામ પાસ ન કરનારાઓને ફાર્મસી કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન મળશે નહિ. રજિસ્ટ્રેશન નહિ મળે તો ડિપ્લોમા ઇન ફાર્મસી ધરાવનાર વ્યક્તિ રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ તરીકે પ્રેક્ટિશ કરી શકશે નહિ. ડ્રગ લાઈસન્સ માટે અરજી કરી શકશે નહિ. સરકારી હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ તરીકે જોબ મેળવી શકશે નહિ. તમ જ પ્રાઈવેટ ફાર્મસીમાં પણ રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ તરીકે જોબ મેળવી શકશે નહિ. ભૂતકાળમાં ગુજરાત બહારની કૉલેજોમાં એડમિશન લઈને ડિપ્લોમા મેળવીને રજિસ્ટ્રેશન લેવાનો ઘણાંએ પ્રયાસ કર્યો હતો. તેમાં કૉલેજ પૂરી કર્યાના ત્રણ દાયકા વીતી ગયા પછીય કેટલાકે ડિપ્લોમા કરીને રજિસ્ટ્રેશન મેળવવાનો પ્રયાસ કરતાં શંકા જાગી હતી. તેમના રજિસ્ટ્રેશન અટકાવવામાં આવ્યા હતા. આ પ્રકારના ૮૭ જણા સામે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી.તેમાંથી ઘણાં રાજસ્થાનના ઉદયપુરની પેસિફિક ઇન્સ્ટિટયૂટ ઑફ ફાર્મસી, અલવરની સનરાઈઝ ફાર્મસી કૉલેજ, પંજાબના ભટિંડાની માલવા કૉલેજ ઓફ ભટિંડાનો સમાવેશ થાય છે. આ કૉલેજોની માન્યતા પાછી ખેંચવા માટે ફાર્મસી કાઉન્સિલે ૨૫મી જાન્યુઆરી ૨૦૨૨ પછી નોટિસો પણ આપી છે. તેમને ૨૦૨૨-૨૩ના શિક્ષણ વર્ષ માટે પ્રવેશ-એડમિશન ન આપવાની સૂચના આપી દેવામાં આવી છે.
બારમા ધોરણ પછી અન્ય રાજ્યોની કૉલેજોમાં એડમિશન લઈને ડિપ્લોમા ઇન ફાર્મસીનો કોર્સ કરીને પછી રજિસ્ટ્રેશન મેળવવા માટે ગુજરાત ફાર્મસી કાઉન્સિલ સહિત દેશની ઘણી ફાર્મસી કાઉન્સિલમાં અરજીઓ કરવામાં આવી હતી. આ અરજી કરનારાઓમાં ભાજપ સાથે સંકળાયેલા કાર્યકરની અરજીનો પણ સમાવેશ થાય છે. આ અરજીઓ એકાએક વધી જતાં ફાર્મસી કાઉન્સિલ ઑફ ગુજરાતે તપાસ કરાવડાવી હતી. તેમાં ઉદયપુર, અલવર, ભટિંડાની કૉલેજોમાં એડમિશન લઈને ડિપ્લોમા ઇન ફાર્મસી મેળવી હોવાનું ધ્યાનમાં આવ્યુ ંહતું. આ અંગે તપાસ કરવા માટે નિયુક્ત કરવામાં આવેલી કમિટીએ તપાસ કરતાં જે તે કૉલેજોએ એડમિશન આપ્યા હોવા છતાંય ત્યાં જઈને વિદ્યાર્થીઓએ અબ્યા
(બે કોલમ બોક્સ)
એક્ઝિટ એક્ઝામમાં ત્રણેત્રણ વિષયમાં ૫૦ ટકાથી વધારે માર્ક્સ મેળવશે તો જ પાસ થશે
ડિપ્લોમા ઇન ફાર્મસીની એક્ઝિટ એક્ઝામ માટે નક્કી કરવામાં આવેલા નિયમો મુજબ ડિપ્લોમા ધારકે રજિસ્ટ્રેશન મેળવતા પહેલા ત્રણ પેપરની પરીક્ષા આપવાની રહેશે. આ ત્રણ પેપરની પરીક્ષા દરેકના ત્રણ ત્રણ કલાકની લેખિત પરીક્ષા લેવાશે.તેમાં ફાર્માસ્યૂટિકલ્સ, ફાર્માકોલોજી, ફાર્માકોગ્નોસી, ફાર્માસ્યૂટિકલ્સ કેમિસ્ટ્રી, બાયોકેમિસ્ટ્રી, હોસ્પિટલ એન્ડ ક્લિનિકલ ફાર્મસી, ફાર્માસ્યૂટિકલ જ્યુરિસપ્રુડન્સ અને ડ્રગ સ્ટોર મેનેજમેન્ટ જેવા વિષયોની પરીક્ષા લેવાની રહેશે. આ વિષયમાંથી પસંદ કરેલ ત્રણ વિષયની પરીક્ષા આપીને દરેકમાં ૫૦ ટકાથી વધુ માર્ક્સ મેળવનાર જ પાસ થયેલો ગણાશે.દરેક પેપરમાં ૫૦ ટકાથી વધુ માર્ક્સ મળ્યા હશે તો જ વિદ્યાર્થી પાસ થયેલો ગણાશે. આ એક્ઝામ પાસ કરવા માટે વિદ્યાર્થી ગમે તેટલા એટેમ્પ્ટ કરી શકશે. પહેલીવારમાં પાસ ન થનારા વિદ્યાર્થીઓએ હતાશ થવાની જરૃર નથી.


