દોસ્ત દોસ્ત ન રહા ઃ મિત્રની નજર ચૂકવી રૃા. 6 લાખનું સોનું ચોરી લીધું
રાજસ્થાનમાં લગ્ન પ્રસંગે સોની મિત્રને કારમાં બેસાડીને લઇ ગયો હતો
આરોપીની ધરપકડ કરી તેના ઘરે છૂપાવેલું નવ તોલા સોનું કબજે કર્યું
અમદાવાદ,સોમવાર
રામોલમાં રહેતા સોનીને લગ્ન પ્રસંગે મિત્રને પોતાની કારમાં બેસાડીને પોતાના વતનમાં લઇ જવાનું ભારે પડયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોની અને મિત્ર કારમાં બેસીને રાજસ્થાન જતા હતા દરમિયાન આરોપી મિત્રએ સોનીની નજર ચૂકવી તેમના થેલામાંથી રૃા. ૬ લાખની કિમતનું નવ તોલા સોનું ચોરી લીધું હતું. આ બનાવ અંગે રામોલ પોલીસે આરોપીની ધરપકડ કરી તેના ઘરેથી સોનું કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
રામોલ પોલીસે મિત્ર આરોપીની ધરપકડ કરી તેના ઘરે છૂપાવેલું નવ તોલા સોનું કબજે કર્યું
આ બનાવની વિગત એવી છે કે રામોલ વિસ્તારમાં રહેતા અને સીટીએમ પાસે સોનીની દુકાન ધરાવતા યુવકે રામોલ પોલીસ સ્ટેશનમાં રામોલ વિસ્તારમાં રહેતા પોતાના મિત્ર ભીખુંભાઇ સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીના ભત્રીજાનું લગ્ન હોવાથી તા. ૨૮ના રોજ પોતાના મિત્રને કારમાં પોતાના સાથે વતન રાજસ્થાન લઇ ગયા હતા.
ઘરે કોઇ હાજર ન હતું અને દુકાન પણ બંધ હોવાથી સોની પોતાની સાથે ૨૫ તોલા સોનું થેલામાં લઇને જતા હતા. સોનાની રણીઓના જાણ પોતાના મિત્રને તેઓેએ કરી હતી, બન્ને રાજસ્થાન પહોચ્યા બાદ ફરિયાદીએ થોલા તેમની પત્નીને આપ્યો હતો, પત્નીએ ચેક કરતાં તેમાં નવ તોલા કિંમત રૃા.૫,૯૫,૦૦૦ ની સોનાની રણીઓ મળી આવી ન હતી. જેથી તપાસ કરી પણ મળી ન હતી બીજીતરફ કાર ક્યાંય પણ ઉભી રાખી ન હતી અને કારમાં બન્ને સિવાય કોઇ ન હતું જેથી મિત્ર પર શંકા ગઇ હતી.
અમદાવાદ પરત આવીને રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે આરોપી મિત્ર ભીખુભાઇની ધરપકડ કરીને આકરી પૂછપરછ કરતાં આરોપીએ નજર ચૂકવીને ે ચોરી કરીને હોવાની કબૂલાત કરતાં પોલીસે આરોપીના ઘરેથી સોનું કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.