Get The App

એન્ડ સેમેસ્ટર પરીક્ષાની તારીખો જાહેર થાય તે પહેલા લોગ ઈન પાસવર્ડ મોકલી દેવાયા

Updated: Jan 24th, 2022

GS TEAM

Google News
Google News
એન્ડ સેમેસ્ટર પરીક્ષાની તારીખો જાહેર થાય તે   પહેલા લોગ ઈન પાસવર્ડ મોકલી દેવાયા 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પરીક્ષાને લઈને વધુ એક છબરડો સર્જાયો હતો.જેના પગલે એફવાયના હજારો વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા.

મળતી વિગતો પ્રમાણે એફવાયના પહેલા સેમેસ્ટરની મીડ સેમેસ્ટર પરીક્ષા ૨૭ જાન્યુઆરીથી શરુ થવાની છે.તેના પહેલા વિદ્યાર્થીઓનો આજે મોક ટેસ્ટ લેવાયો હતો અને ૨૫ જાન્યુઆરીએ પણ મોક ટેસ્ટ લેવામાં આવશે.કોરોનાના કારણે મિડ સેમેસ્ટર પરીક્ષા ઓનલાઈન લેવાની છે ત્યારે ૧૦૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને ગઈકાલે પરીક્ષા માટેના લોગ ઈન અને પાસવર્ડ મોકલવામાં આવ્યા હતા.જોકે એ પછી રાત્રે વિદ્યાર્થીઓને એન્ડ સેમેસ્ટર પરીક્ષા માટે પણ લોગ ઈન અને પાસવર્ડ મોકલવામાં આવ્યા હતા.

હજી તો મિડ સેમેસ્ટર પરીક્ષા ચાલુ નથી થઈ અને એન્ડ સેમેસ્ટર પરીક્ષા ક્યારે લેવાશે તે પણ નક્કી નથી ત્યારે એન્ડ સેમેસ્ટર માટે મોકલવામાં આવેલા લોગ ઈન અને પાસવર્ડના કારણે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા.એક જ દિવસમાં બે લોગ ઈન અને પાસવર્ડ મળવાથી વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા.કેટલાક વિદ્યાર્થીઓ આ મુદ્દે સ્પષ્ટતા કરવા માટે ફેકલ્ટી ડીનને મળ્યા હતા ત્યારે ફેકલ્ટી ડીને જવાબ આપ્યો હતો કે,મને જાણકારી નથી.પરીક્ષા વિભાગમાં જઈને પૂછો.

આખરે કેટલાક વિદ્યાર્થીઓએ એક વિડિયો તૈયાર કરીને અન્ય વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા પર મોકલાવ્યો હતો અને અપીલ કરી હતી કે, મિડ સેમેસ્ટર પરીક્ષાના નામથી આપવામાં આવેલા લોગ ઈન અને પાસવર્ડનો ઉપયોગ ઓનલાઈન પરીક્ષા માટે કરવાનો રહેશે.

આ વિડિયો બનાવનાર એક વિદ્યાર્થીનુ કહેવુ હતુ કે, એન્ડ સેમેસ્ટર પરીક્ષા માટેના લોગ ઈન અને પાસવર્ડ અત્યારથી જ વિદ્યાર્થીઓને મોકલી દેવાનો કોઈ અર્થ નથી.આ પરીક્ષા વિભાગનો છબરડો છે.