અમદાવાદમાં કોરોનાના નવા ૧૩ કેસ ,૨૧ હજાર લોકોને રસી અપાઈ
કોરોના સંક્રમણમાં આંશિક ઘટાડો
શહેરમાં બે દિવસમાં કોરોનાના ત્રીસ કેસ નોંધાતા લોકોએ સતર્કતા રાખવી જરુરી
અમદાવાદ,બુધવાર,24 નવેમ્બર,2021
અમદાવાદમાં બુધવારે કોરોના સંક્રમણમાં આંશિક ઘટાડો થવા
પામ્યો હતોે.શહેરમાં કોરોનાના નવા ૧૩ કેસ નોંધાયા હતા.૨૧ હજારથી વધુ લોકોને કોરોના
વેકિસન આપવામાં આવી છે.બે દિવસમાં કોરોનાના ત્રીસ કેસ નોંધાતા લોકોએ સંક્રમણને લઈ
સતર્કતા રાખવી જરુરી બની છે.
બુધવારે શહેરમાં કોરોનાના નવા ૧૩ કેસ નોંધાયા હતા.જો કે એક
પણ મોત થયુ નથી.૧૧ દર્દીઓ સાજા થતા ડીસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રસીકરણકેન્દ્રો ઉપરથી ૩૯૫૧ લોકોને વેકિસનનો પહેલો
ડોઝ અને ૧૭૩૪૨ લોકોને બીજો ડોઝ મળી કુલ ૨૧૨૯૩ લોકોને રસી આપવામાં આવી હતી.ઘરસેવા
વેકિસનેશન યોજના હેઠળ ૩૭૮૭ લોકોએ રજિસ્ટ્રેશન કરાવતા અત્યાર સુધીમાં ૩૨૦૨ લોકોને રસી આપવામાં આવી છે.