વડોદરામાં ચૂંટણી પૂર્વે અર્ધલશ્કરી દળો તૈનાત, પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

વડોદરાઃ શહેરમાં ચૂંટણી પૂર્વે કોઇ પણ અનિચ્છનિય બનાવ ન બને તે માટે શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

વડોદરામાં આગામી તા.૫મીએ યોજાનારી બીજા તબક્કાની ચૂંટણી દરમિયાન શાંતિ જળવાય તે માટે શહેર પોલીસ કમિશનર દ્વારા કાયદો અને વ્યવસ્થાને અનુલક્ષીને બંદોબસ્તની સ્કીમ તૈયાર કરવામાં આવી રહી છે.

શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવી રહ્યા છે.જ્યારે,સીસીટીવી કેમેરા સહિતની ટીમો પણ કામે લગાવવામાં આવી રહી છે.આ ઉપરાંત સ્થાનિક પોલીસ નાકાબંધી પણ કરી રહી છે.

શહેર પોલીસે અસામાજિક તત્વો સામે ઝુંબેશ ઉપાડતાં દારૃના રોજ  ૫૦ થી વધુ કેસો કરવામાં આવી રહ્યા છે.જ્યારે,માથાભારે તત્વોને રાઉન્ડ અપ કરવાની પણ કામગીરી ચાલી રહી છે.

City News

Sports

RECENT NEWS