Get The App

અમદાવાદના 'કિન્નર'ને વાત કરવા ઘરે બોલાવીને અન્ય કિન્નરોએ માર માર્યો

Updated: Apr 21st, 2024

GS TEAM


Google News
Google News
અમદાવાદના 'કિન્નર'ને વાત કરવા ઘરે બોલાવીને અન્ય કિન્નરોએ માર માર્યો 1 - image


પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

ચિલોડામાં રહેતા કિન્નરો સહિતે ધોકાવાળી કરવા સાથે પાકીટમાંથી રૃપિયા ૧૦ હજારની રોકડા પણ પડાવી લીધી

ગાંધીનગર :  ગાંધીનગરના વલાદ ગામે ઘઉંનું માંગણુ કરવા આવેલા આમદાવાદના કિન્નરને વાતચીત કરવાના બહાને ચિલોડા સ્થિત ઘરે બોલાવીને કિન્નરો તથા તેના સાગરિતોએ ધોકાથી માર માર મારીને રૃપિયા ૧૦ હજારની રોકડ પણ પડાવી લીધાનો બનાવ સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ મામલેં ફરિયાદ નોંધાવવામાં આવતાં ચિલોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા ખુશ્બુ દે કસીસ દે ઉર્ફે પરેશ બાબુલાલે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કટુ માસી, ભરત, રાગીણી માસી અને ચકુ માસીના નામ દર્શાવ્યા છે. ફરિયાદમાં જણાવાયા પ્રમાણે ખુશ્બુ દે અને અન્ય સાત કિન્નર યજમાનવૃતિ કરતાં હોવાથી રિક્ષા બાંધીને ગાંધીનગરના વલાદ ગામે ગયા હતાં. ત્યાં મળેલા શખ્શે અહીં કેમ ઉઘરાણા કરો છે. તેમ કહીને ફોન લગાડી ચકુ કિન્નર સાથે વાત કરવા કહ્યું હતું. વાત કરતાં કિન્નરે ચિલોડા સ્થિત ઘરે આવીને વાતચીત કરવા જણાવતાં તેના ઘરે ગયા હતાં. જ્યાં વાતચીત દરમિયાન તેના પર હુમલો કરીને રોકડા ૧૦ હજાર પડાવી લેવામાં આવ્યા હતાં.

Tags :