વડોદરાના તાંદલજામાં મહિલાઓ દ્વારા CAA-NRC નો વિરોધ જારી
વડોદરા,તા.5 ફેબ્રુઆરી,2020,બુધવાર
તાંદલજામાં મહિલાઓ દ્વારા સીએએ અને એનઆરસીના વિરોધમાં ધરણાં જારી રાખવામાં આવ્યા છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, તાંદલજાના સોદાગર પાર્ક ખાતે મહિલાઓ દ્વારા છ દિવસથી વિરોધ પ્રદર્શન જારી રહ્યું છે અને આ સ્થળે મહિલા પોલીસ સહિતનો પુરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
પ્રદર્શન માટે પોલીસ પાસે સત્તાવાર રીતે પરવાનગી માગવામાં આવી હતી.પરંતુ પોલીસે આ અરજી સ્વીકારી નથી.પોલીસના જણાવ્યા પ્રમાણે,હાલમાં મહિલાઓ દ્વારા ખાનગી પ્લોટમાં વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે.