Get The App

સાતમ -આઠમના તહેવાર નિમિત્તે ગાંધીનગર ડેપો દ્વારા આજથી એક્સ્ટ્રા બસોનું સંચાલન

Updated: Sep 4th, 2023

GS TEAM


Google News
Google News
સાતમ -આઠમના તહેવાર નિમિત્તે ગાંધીનગર ડેપો દ્વારા આજથી એક્સ્ટ્રા બસોનું સંચાલન 1 - image


મુસાફરોની સુવિધાને ધ્યાને રાખીને

દાહોદ-ગોધરા તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના રૃટ ઉપર બસ દોડાવવામાં આવશે

ગાંધીનગર : પવિત્ર શ્રાવણ માસમાં વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે સાતમ- આઠમના તહેવારોનો મહિમા અનેરો હોય છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો આ તહેવારના દિવસો દરમિયાન વિવિધ ધામક પ્રવાસ તેમજ પોતાના વતન તરફ જતા હોય છે. તેમને અવરજવરમાં સરળતા રહે તે માટે એસટી નિગમ દ્વારા વધારાની બસોનું સંચાલન કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત ગાંધીનગર એસટી ડેપો દ્વારા પણ મુસાફરની માંગને ધ્યાને રાખીને વધારાની બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પવિત્ર શ્રાવણ માસમાં સૌથી મોટા ગણાતા સાતમ- આઠમના તહેવારનો રવિવારથી પ્રારંભ થઈ ગયો છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો વિવિધ ધામક સ્થળોની મુલાકાત લેવાની સાથે સાથે રજાના દિવસોમાં પોતાના વતન તરફ પણ દોટ લગાવતા હોય છે. ત્યારે તહેવારોના દિવસમાં અવરજવર કરવામાં સરળતા મળી શકે તે માટે એસટી તંત્ર દ્વારા પણ ખાસ આયોજન કરવામાં આવતું હોય છે. બોળચોથ સાથે સાતમ-આઠમના તહેવારના દિવસો શરૃ થાય છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં લોકોની અવરજવર પણ મોટી સંખ્યામાં આ દિવસો દરમિયાન થતી હોય છે. જેથી મુસાફરની માંગને ધ્યાને રાખીને ગાંધીનગર એસટી ડેપો દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત દાહોદ, ગોધરા સહિત ઉત્તરગુજરાતના વિવિધ વિસ્તારો તથા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તથા રાજ્યના ધામક સ્થળો ઉપર મુસાફરોને અવરજવરમાં સરળતા મળી શકે તે માટે બસનું સંચાલન કરવામાં આવશે. નગરજનોને પણ બસની યોગ્ય સુવિધા મળી શકે તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

Tags :