Get The App

કરદાતાઓની ફરિયાદનો નિકાલ કરવા ડિસેમ્બરમાં ઓપન હાઉસ

Updated: Nov 29th, 2021

GS TEAM

Google News
Google News
કરદાતાઓની ફરિયાદનો નિકાલ કરવા  ડિસેમ્બરમાં ઓપન હાઉસ 1 - image

આવકવેરા અધિકારીઓની નવી યુક્તિ, ડિમાન્ડ નોટિસ આપો અને રોકડી કરી લો

અમદાવાદ : આવકવેરાના આકારણી અધિકારીઓ મોટી રકમના વેરાની ડીમાન્ડ ઊભી કરીને પછી તે કરદાતા પાસેથી રોકડમાં વહેવારો કરી લઈને વેરાની ઊભી કરવામાં આવેલી ડીમાન્ડ વરસો સુધી વસૂલ કરતાં જ ન હોવાની અને કરદાતાઓની જફા વધારતા હોવાની એક ફરિયાદ પ્રિન્સિપાલ ચીફ કમિશનરને કરવામાં આવી છે.

કેટલાક કિસ્સાઓમાં તો 10થી 15 કરોડની વેરાની ડીમાન્ડ કાઢવામાં આવી છે. આ પ્રકારની ફરિયાદોનો નિકાલ કરવા માટે આગામી ડિસેમ્બરમાં ઓપન હાઉસ યોજવાની ખાતરી પ્રિન્સિપાલ ચીફ કમિશનરે આપી હતી. ડીમાન્ડ નોટિસ કાઢ્યા પછી ચાર-ચાર વરસ સુધી વેરાની વસૂલી ન કરીને તેમના ખાતાઓ એટેચ કરી દે છે. પરિણામે તેમના કામ ધંધા ખતમ થઈ જાય છે.

આ સ્થિતિ નિર્માણ કરીને ડીમાન્ડ નોટિસના પ્રમાણમાં આવકવેરા અધિકારી સંબંધિત અધિકારીઓ કરદાતા પાસેથી પાંચ દસ લાખ વસૂલી લે છે. આ પ્રકારના કેસોમાં અધિકારીઓ સામે વિજિલન્સમાં ફરિયાદ પણ થયેલી છે. પરંતુ તેના પણ નિરાકરણ સમયસર અને ઝડપથી આવતા નથી. ત્યારબાદ તે કેસને લટકતો રાખી દે છે.

પરિણામે કરદાતાને માથે હંમેશા તલવાર લટકતી જ રહે છે. કરદાતા સામે ઊભી કરવામાં આવેલી વેરાની ડિમાન્ડ પ્રમાણે નાણાં વસૂલવામાં આવતા જ નથી. પરિણામે કરદાતા આવકવેરાના કેસમાં ઉલઝેલો રહે છે. જોકે પ્રિન્સિપલ ચીફ આવકવેરા કમિશનર આ પ્રકારના કેસમાં કરદાતાઓને માર્ગદર્શન આપવા માટે ઓપન હાઉસ યોજવા સહમત થયા છે.