Get The App

વડોદરામાં ૫૦૦૦થી વધુ દર્દીઓ ડાયાલિસિસ પર નિર્ભર તેની સામે ૯૦ હોસ્પિટલોમાં કુલ ૨૦૦ ડાયાલિસિસ મશીનો છે

તગડો નફો કરાવતા ડાયાલિસિસ બિઝનેસમાં ખર્ચ બચાવવા મોટાભાગની હોસ્પિટલો નિયમોનો ભંગ કરીને દર્દીનો જીવ જોખમમાં મુકે છે

Updated: Jan 23rd, 2020

GS TEAM

Google News
Google News
વડોદરામાં ૫૦૦૦થી વધુ દર્દીઓ ડાયાલિસિસ પર નિર્ભર તેની સામે ૯૦ હોસ્પિટલોમાં કુલ ૨૦૦ ડાયાલિસિસ મશીનો છે 1 - image

વડોદરા,તા.૨૩ જાન્યુઆરી ૨૦૨૦, ગુરૃવાર

વડોદરામાં વારસીયા વિસ્તારમાં આવેલી પ્રેમદાસ જલારામ હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવતા દર્દીઓ પૈકી ૧૫ દર્દીઓને 

એચસીવી વાયરસનો ચેપ લાગ્યો હોવાની ઘટના સામે આવી છે જે બાદ હોસ્પિટલના ડાયાલિસિસ સેન્ટરને બંધ કરી 

દેવામાં આવ્યો છે. પ્રેમદાસ જલારામ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે પરંતુ વડોદરામાં ઘણી એવી હોસ્પિટલો છે કે 

જેના ડાયાલિસિસ સેન્ટરમાં નિયમોનું પાલન થતુ નથી.

આ અંગે વડોદરાના કેટલાક ડોક્ટરો અને નેફ્રોલોજિસ્ટો સાથે વાત કરતા જાણવા મળ્યુ કે વડોદરામાં આશરે ૫૦૦૦થી 

વધુ દર્દીઓ ડાયાલિસિસ પર છે. આ દર્દીઓમાં કેટલાકને રોજ તો કેટલાકને ત્રણ દિવસે અથવા તો સપ્તાહમાં એક વખત 

ડાયાલિસિસ કરાવવુ પડે છે જેની સામે વડોદરાની ૫૦ કોર્પોરેટ, ૧૦ પ્રાઇવેટ તથા ટ્રસ્ટની હોસ્પિટલો અને ૧૦ 

નેફ્રોલોજિસ્ટો પાસે મળીને ૨૦૦ ડાયાલિસિસ મશીન છે. વડોદરામાં રોજ સરેરાશ ૫૦૦ દર્દીઓ ડાયાલિસિસ કરાવે છે. આ 

ઉપરાંત વડોદરાથી કેટલાક દર્દીઓ આણંદ, અમદાવાદ ખાતે પણ ડાયાલિસિસ માટે જાય છે.

હોસ્પિટલો માટે ડાયાલિસિસ તગડો નફો કરાવતો રોકડો બિઝનેસ છે. પરંતુ તેની સામે મોટાભાગની હોસ્પિટલો ખર્ચ 

બચાવવા માટે એક જ ડાયાલાયઝરથી ત્રણથી ચાર વખત ડાયાલિસિસ કરવામાં આવે છે જેના કારણે ડાયાલિસિસ 

કરાવનાર દર્દીઓને અનેક બિમારીઓના ચેપ લાગે છે જેમાં મુખ્યત્વે એસસીવી વાયરસ એટલે કે હિપેટાઇટીસ-સી (ઝેરી 

કમળો)નો ચેપ લાગે છે. મોટાભાગના સેન્ટરો કાયમી નેફ્રોલોજિસ્ટ (કિડનીના ફિઝિશિયન) રાખવાના નિયમોનો પણ ભંગ 

કરે છે.

HCV વાયરસથી દર્દીને ઝેરી કમળો થઇ જાય છે અથવા તો લીવરનું કેન્સર થવાનો પણ ભય રહે છે

પ્રેમદાસ જલારામ હોસ્પિટલમાં ડાયાલિસિસ દરમિયાન ૧૫ દર્દીઓ એચસીવી વાયરસનો ભોગ બન્યા છે એટલે એચસીવી 

વાયરસ આજકાલ ચર્ચામાં છે. આ બાબતે નિષ્ણાંત ડોક્ટરો સાથે વાત કરતા જાણવા મળ્યુ કે એચસીવી વાયરસથી દર્દીની 

કિડનીને અસર થાય છે અને ઝેરી કમળાનો (હીપેટાઇટીસ-સી)નો ભોગ બને છે. જેની સારવાર ખૂબ ખર્ચાળ હોય છે. 

એચસીવી વાયરસથી લીવરનું કેન્સર થવાનો પણ ભય રહે છે. હીપેટાઇટીસ સી અને લીવરનું કેન્સર બન્ને રોગ દર્દીના 

જીવ માટે જોખમ ઉભુ કરે છે છતાં પણ ડાયાલિસિસ સેન્ટરોમાં બેદરકારી ચાલી રહી છે.

એસએસજી હોસ્પિટલમાં સપ્તાહમાં એક જ વખત ડાયાલિસિસના દર્દીઓને તપાસવમાં આવે છે

તપાસના દિવસે ૩૦૦થી વધુ દર્દીઓ આવતા હોવા છતા માત્ર એક જ ડોક્ટર સેવામાં હોય છે

ડાયાલિસિસ દરમિયાન દર્દીઓને ચેપ લગાવાના બનાવમાં પ્રેમદાસ જલારામ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. બીજી 

તરફ સરકારી હોસ્પિટલ એસએસજીના ડાયાલિસિસ સેન્ટરમાં પણ બેદરકારી ચાલતી હોવાની એક લેખીત અરજી ખુદ દર્દી 

દ્વારા કરવામાં આવી છે.

દર્દીએ અરજી કરી છે કે હું એક ડાયાલિસિસનો દર્દી છું અને એસએસજીમાં ડાયાલિસિસ માટે જાવ છું. પરંતુ મુશ્કેલી એ છે 

કે અહી સપ્તાહમાં એક જ વખત બુધવારે ડાયાલિસિસ માટેની તપાસ થાય છે એટલે બુધવારે અહી ૩૦૦થી વધુ 

દર્દીઓનો ધસારો હોય છે જેની સામે એક જ ડોક્ટર સેવામા હોય છે માટે અમારી માગ છે કે સપ્તાહમાં ત્રણ દિવસ તપાસ 

થવી જોઇએ અને ત્રણથી વધુ ડોક્ટર હોવા જોઇએ.

Tags :