Updated: Mar 16th, 2023
1 હજાર ડોલરની લોન મંજુર થયાનું જણાવી ઠગાઇ કરી
ગઠિયાએ વીડિયો કોલ કરીને બોક્સમાં પૈસા મુક્યા સુધીની ખાત્રી આપી, બેંક એકાઉન્ટની લિંક મોકલી પૈસા સેરવી લીધા
નડિયાદ: નડિયાદ તાલુકાના ઉત્તરસંંડાના એક યુવકને એક અજાણ્યા મોબાઈલ ધારકે કહેલ કે તમારી ઇન્ટરનેશનલ લોન મંજૂર થઈ ગયેલ છે. તેમ જણાવી અન્ય ઈસમે ફેસબુક મેસેન્જર ઉપર મેસેજ કરી તેના વોટ્સએપ નંબર લઈ લોન બાબતનો મેસેજ કરી અજીત યાદવનું એકસીસ બેંકના એકાઉન્ટ લિંક મોકલી યુવકના બેન્ક એકાઉન્ટ માંથી અલગ અલગ તારીખે મળી કુલ રૂ.૮૯૫૦૦ યુવકના ખાતામાંથી લીંક દ્વારા ઓનલાઈન છેતરપિંડી કરી ગુનો કર્યો હતો. આ બનાવ સંદર્ભે યુવકની ફરિયાદના આધારે ચકલાસી પોલીસે બે મોબાઈલ ધારકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નડિયાદ તાલુકાના ઉત્તરસંડા અમરદીપ સોસાયટી ખાતે સ્નેહલ જીતેન્દ્રભાઈ રમણભાઈ પટેલ (ઉ.વ.૨૭) પોતાના પરિવાર સાથે રહે છે. તે આઈ ડી એફ સી બેંકમાં કન્ઝયુમર લોન ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે. તા.૨૩ મીના રોજ સાંજના ૮:૪૫ વાગે તે પોતાના ઘરે હાજર હતા. તે વખતે તેઓના મોબાઈલ ફોન પર આવેલો હતો. અને હિન્દીમાં જણાવેલ કે તમો સ્નેહલ બોલો છો. તમારી ઇન્ટરનેશનલ લોન પાસ થયેલ છે. તેમ કહેતા સ્નેહલે જણાવેલ કે મેં કોઈ લોન લીધેલ નથી. તો સામેથી મને મારું આખું નામ જણાવી તમો આઇડીએફસી બેન્ક માં નોકરી કરો છો તેમ કહેલ અને મેં કોઈ લોન લીધી નથી. તે પછી મારા મોબાઈલના ફેસબુક એકાઉન્ટ મેસેન્જરમાં સિલ્વા ફરનાન્ડા થી મેસેજ આવેલો હતો. અને તેમાં અંગ્રેજીમાં તમારી ઇન્ટરનેશનલ લોન ૧૦૦૦ ડોલરની પાસ થયેલ છે. જે કુરિયર મારફતે તમને પૈસા મળશે. તે પછી વિડીયો કોલ મેસેન્જર ઉપર કરેલ જેમાં સ્નેહલને જણાવેલ કે એક બોક્સમાં પૈસા મુકતા વિડીયો બતાવ્યો હતો અને કાલે તમારા ઘરે ડિલિવરી થશે. તેમ જણાવેલ તે પછી તા.૨૪ મી ફેબ્રુઆરીના રોજ સવારના ૧૧ વાગે મેસેજ આવેલ જે મેસેજ સ્નેહાલે જોતા બેંક નેઈમ: એક્સીસ એકાઉન્ટ હોલ્ડર નેઈમ અરવિંદ યાદવ એકાઉન્ટ તથા આઈએફએસસી કોડ બ્રાન્ચ દિલ્હી લખેલ હતો. અને એક મોબાઇલ પરથી ફોન આવેલ કે આ એકાઉન્ટની લીંક ખોલો તેમ કહેતા સ્નેહલે એકાઉન્ટ ઓપન કરતા જ મેઈલ ની લીંક ઓપન થયેલી તે પછી સ્નેહલ ઉપરોક્ત નંબરવાળાનો ફોન આવતા જણાવેલ કે તમારા એકાઉન્ટમાં ૩૬૫૦૦ તમારા લોન નું બોક્સ છોડાવવાનું પેમેન્ટ જમા થઈ જશે. તેમ જણાવી ફોન મૂકી દીધો હતો. થોડીવાર બાદ સ્નેહલના મોબાઈલમાં સિલ્વા ફરનાન્ડા નામથી મેસેજ આવેલ કે કુરિયરની રીસીપ્ટ આવેલ હતી તથા ડીલીવરી બોક્સ નો ફોટો હતો. તે પછી સ્નેહલના મોબાઇલમાં ઉપરોક્ત અરવિંદ યાદવ એક્સિસ બેન્કના એકાઉન્ટની લીંક સ્નેહલના મોબાઇલમાં ઓપન હોય, તેમાં સ્નેહલના ખાતામાંથી પહેલા રૂ.૧૨ હજાર કપાઈ ગયેલ હતા. પછી ફોન કરી કહેલ તમારા ઘરે પાર્સલ આવી જશે. ત્યાર પછી તા.૨૬/૨/૨૩ ના રોજ સ્નેહલના ખાતામાંથી રૂ.૧૬ હજાર કપાઈ ગયેલ તા.૨૭ મીના રોજ સ્નેહલ ને ફોન કરી જણાવેલ કે તમારું કુરિયર લેઇટ થશે. તેમ કહી ઉપરોક્ત અજીત યાદવના એકાઉન્ટમાં રૂ.૮૫૦૦ કપાઈ ગયેલ ત્યારબાદ ૧ લી માર્ચના રોજ વોટ્સએપ માં ડોલરથી ભરેલ લોકર નો ફોટો સ્નેહલને મોકલેલ ત્યારબાદ ૨ જી માર્ચના રોજ સ્નેહલના ખાતામાંથી રૂ.૫૩ હજાર કપાઈ ગયા હતા. ત્યારબાદ વોટ્સએપ એકાઉન્ટ બ્લોક કરી દીધેલ. સ્નેહાલે અજીત યાદવને ફોન કરતા ફોન ઉપાડેલ નહીં. આ બનાવ સંદર્ભે સ્નેહલ જીતેન્દ્રભાઈ પટેલની ફરિયાદના આધારે ચકલાસી પોલીસે બે મોબાઈલ ધારકો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.