Get The App

ભારત-પાકિસ્તાનના મેચની ટિકીટ લેવા જતા પીડીપીયુનો વિદ્યાર્થી છેતરાયો

ઇન્સ્ટાગ્રામ ટિકિટ વેચાણની લીંક મળી હતી

ગઠિયાએ કુલ ટિકિટના ભાવના ૨૫ ટકા ઓનલાઇન ટ્રાન્સફર કરાવીને બનાવટી ટિકીટ ઇમેઇલ કરી

Updated: Sep 26th, 2023

GS TEAM


Google News
Google News
ભારત-પાકિસ્તાનના મેચની ટિકીટ લેવા જતા પીડીપીયુનો વિદ્યાર્થી છેતરાયો 1 - image

અમદાવાદ, મંગળવાર

ક્રિકેટ વિશ્વ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટ વેચાણ માટે ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત આપીને ગઠિયાએ પીડીપીયુના વિદ્યાર્થી સાથે ઓનલાઇન છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધવામાં આવી છે. આગામી ૫મી ઓક્ટોબરથી ભારતમાં ક્રિકેટ વિશ્વ કપ શરૂ થવાનો છે. જે પૈકી ૧૪મી ઓક્ટોબરના રોજ અમદાવાદમાં ભારત-પાકિસ્તાનની મેચ રમાવવાની છે. જે મેચની ટિકિટના વેચાણને લઇને ઓનલાઇન છેતરપિંડીના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. જેમાં પીડીપીયુમાં અભ્યાસ કરતા રવીતેજા પજ્ઞાા નામના યુવકે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે  રવીતેજા અને તેના મિત્રને ભારત પાકિસ્તાનની મેચની ટિકીટ ખરીદવાની હોવાથી તે તપાસ કરતા હતા. આ દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ જોવા મળી હતી. જેમાં ઓનલાઇન  ટિકીટ વેચાણની પોસ્ટ હતી. જેથી રવીતેજાએ આ અંગે મેસેજ કરતા તેને ટિકિટ દીઠ રૂપિયા ૩૫૦૦ કહ્યા હતા. જે વ્યાજબી જણાતા તેણે છ ટિકીટ બુક કરાવી હતી. પરતુ, ટિકીટ આપનારે કહ્યું હતું કે બુકીંગ સમયે ૨૫ ટકા એડવાન્સ રકમ મળશે ત્યારે ટિકીટ ઇમેઇલ કરી આપવામાં આવશે.બાદમાં નાણાં બાકીના ૫૦ ટકા નાણાં જમા કરાવતા ટિકીટ મોકલી આપવામાં આવશે. એટલુ જ નહી તેને વિડીયો કોલથી ટિકિટ  બતાવી હતી. જેથી વિશ્વાસ આવતા રવિતેજાએ તેના પાંચ હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. જે બાદ તેને ઇમેઇલમાં ટિકીટ મોકલી આપવામાં આવી હતી. પરતું, તેને ડાઉનલોડ કરીને સ્કેન કરી ત્યારે ખ્યાલ આવ્યો હતો કે આ ટિકીટ બનાવટી હતી. જે અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવતા તપાસ શરૂ કરવામાં આવી છે.

 

Tags :