બાળકો માટે ઓનલાઈન ચિત્ર અને નિબંધ લેખન સ્પર્ધા યોજાશે
માંડવી સ્થિત શ્રી વિઠ્ઠલનાથજી મંદિરના પાટોત્સવ નિમિત્તે સ્પર્ધઆનું આયોજન
ગુજરાત સ્થાપના દિવસે ધો.૧થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાનું આયોજન
વડોદરા, તા. 30 એપ્રિલ 2020, ગુરુવાર
ધાર્મિક કાર્યક્રમોની સાથે-સાથે મંદિરમાં રચનાત્મક પ્રવૃત્તિઓ થાય તે માટે માંડવી સ્થિતિ શ્રી વિઠ્ઠલનાથજી મંદિરના પાટોત્સવ નિમિત્તે નવચેતના ફોરમ વડોદરા દ્વારા બાળકો માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરાય છે. લોકડાઉનમાં ચાર દરવાજા અને તેની આસપાસ રહેતા બાળકો માટે ઓનલાઈન આ સ્પર્ધા યોજાશે.
૧ મેના રોજ ગુજરાત સ્થાપના દિન નિમિત્તે ઓનલાઈન ચિત્ર અને નિબંધ લેખનનું આયોજન કરેલ છે. જેમાં પર્યાવરણ ઉપર લોકડાઉનની અસર, લોકડાઉનમાં વડોદરાનું સ્વરુપ, ગુજરાતના મહાપુરુષો, કોરોના એ શ્રાપ છે તો લોકડાઉન એ મહાઆશીર્વાદ છે, ગાંધીજીના સ્વાવલંબી રહેવાના વિચારોનું લોકડાઉનમાં મહત્વ જેવા વિષયો પર બંને સ્પર્ધા લેવાશે. ધો.૧થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે ત્રણ કેટેગરીમાં સ્પર્ધા રાખવામાં આવી છે.