Get The App

વડોદરા નજીક હાઈ ટેન્શન વીજ લાઈનને સીડી અડી જતા બે પૈકી એક કામદારનું મોત

Updated: Dec 29th, 2023

GS TEAM


Google News
Google News
વડોદરા નજીક હાઈ ટેન્શન વીજ લાઈનને સીડી અડી જતા બે પૈકી એક કામદારનું મોત 1 - image

વડોદરા,તા.29 ડિસેમ્બર 2023,શુક્રવાર

વડોદરા નજીક ઉંડેરાના પેટ્રોલ પંપ નજીકથી પસાર થતી વીજ કંપનીની 11 કેવી વીજ લાઈનને સીડી અડી જતા ખાનગી કંપનીના બે કામદાર પૈકી એક ગામની દાઝી લેવાથી ઘટના સ્થળે મોત નીપજયું હતુ. જ્યારે અન્ય એક કામદાર દાઝી ગયો હોવાથી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

શહેરની નજીક આવેલા ઉડેરા ગામમાં નાની મોટી કંપનીઓ આવેલી છે. પેટ્રોલ પંપ નજીકથી 11kvની વીજ કંપનીની લાઈન પસાર થાય છે. દરમિયાન આજે સવારે કોઈ ખાનગી કંપનીના બે કામદારો મોટી સીડી લઈને કોઈ કામ નીકળ્યા હતા. આ કામદારોને વીજ લાઈન ધ્યાને નહીં આવતા સીડી વીજ લાઈનને અડી ગઇ હતી. તેને કારણે વીજ ઝાટકો લાગતા એક કામદારનું ઘટના સ્થળે જ ગંભીર રીતે દાજી જવાથી મોત થયું હતું. જ્યારે સ્થાનિક લોકોની મદદથી 108 દ્વારા અન્ય ઇજાગ્રસ્ત કામદારને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવના પગલે લોકટોળા ધસી આવતા પોલીસે બનાવના સ્થળને કોડન કરી દીધું હતું.

બંને કામદારો પરપ્રાંતિય હોવાનું પ્રાથમિક તારણ

ઉંડેરા એમજીવીસીએલના અધિકારીના કહેવા અનુસાર બંને કામદાર બિહાર સાહેબના હોવાનું અને ખાનગી કંપનીમાં કામ કરતા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ કામદારોને વીજ કંપની સાથે કોઈ લેવા દેવા નથી તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

Tags :