Get The App

વિરપુરના વરધરા ગામના પેટ્રોલ પમ્પ પાસે અકસ્માતમાં એકનું મોત

Updated: Nov 1st, 2024

GS TEAM

Google News
Google News
વિરપુરના વરધરા ગામના પેટ્રોલ પમ્પ પાસે અકસ્માતમાં એકનું મોત 1 - image

આઇશર ચાલક સામે પોલીસ ફરિયાદ 

ગેસ સિલિન્ડર ભરેલી આઇશરે બાઇકને અડફેટે લેતા ચાલક ફંગોળાતા ગંભીર ઇજાથી મૃત્યુ

વિરપુર: વિરપુરના વરધરા ગામના પેટ્રોલ પંપ પાસે ગેસ સિલિન્ડર ભરેલા આઇસર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આઇસરની ટક્કરે બાઇક પરથી ચાલક ફંગાળાતા ગંભીર ઇજાથી ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

વિરપુરના ડેભારી ગામના ચંપકકુમાર દિલીપ પટેલ સાણંદ ખાનગી કંપનીમાં નોકરી કરી છે અને પરિવાર સાથે અમદાવાદ સ્થાપી થયા છે. દિવાળી દરમિયાન ચંપકકુમારના પિતા દિલિપભાઇ ૩૦મી ઓક્ટોબરે દિવાળીના તહેવાર ઉજવવા માટે અમદાવાદથી ડેભારી ગામમાં આવવા બાઇખ પર નીકળ્યા હતા. દિલિપભાઇ રાત્રિના ૧૧ વાગ્યાના સમયે વરધરા ગામના પેટ્રોલ પંપ પાસે પસાર થયા હતા તે સમયે વિરપુર તરફથી ગેસ સિલિન્ડર ભરેલી આઇસર બેરદકારીથી હંકારી હતી અને આઇસરે દિલીપભાઇના બાઇકને ટક્કર મારી હતી. જેના કારણે દિલીપભાઇ રોડની સાઇડમાં ફંગોળાયા હતા. રસ્તા પર પટકાતા દિલીપભાઇને ગંભીર ઇજા થાતં ઘટનાસ્થળ પરજ મોત નિપજ્યું હતું.  આ મામલે ચંપકકુમાર પટેલે આઇસર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.