Get The App

વડોદરા : ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ અરૃણ મિશ્રાનો બીજાે વીડિયો વાઇરલ,ટીકટોકે 24 કલાકમાં ટ્રાફિકમાં લાવી દીધા

Updated: Jul 27th, 2019

GS TEAM


Google News
Google News
વડોદરા : ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ અરૃણ મિશ્રાનો બીજાે વીડિયો વાઇરલ,ટીકટોકે 24 કલાકમાં ટ્રાફિકમાં લાવી દીધા 1 - image

વડોદરા, તા. 26 જુલાઇ 2019, શુક્રવાર

હિન્દી ફિલ્મનું સોંગ ટીકટોક પર અપલોડ કરનાર વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ અરૃણ મિશ્રાનો વધુ એક વીડિયો વાઇરલ થતાં તેઓની તાત્કાલિક ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી છે.

ગુજરાત પોલીસના કર્મચારીઓને  જાણે ટીકટોકનું ઘેલું લાગ્યું હોય તેવા એક પછી એક વીડિયો વાઇરલ થઇ રહ્યા છે.વડોદરાના પીએસઆઇ અરૃણ મિશ્રાના હિન્દી ફિલ્મ કેદારનાથના દો નૈન સિતારે..ગીતનો યુનિફોર્મમાં અદાકારી સાથેનો વીડિયો વાઇરલ થતાં પોલીસ કમિશનરે ખાતાકિય તપાસનો હુકમ કરી તેમની ટ્રાફિક શાખામાં બદલીનો હુકમ કર્યો છે.

તો બીજીતરફ ૨૪ કલાકના ગાળામાં પીએસઆઇ મિશ્રાનો બીજો એક વીડિયો વાઇરલ થયો છે.જેમાં તેઓ યુનિફોર્મમાં જુસ્સા પૂર્વક હિન્દીનો એક શેર કહી રહ્યા છે કે,તુમ દૂધ માંગોગે હમ ખીર દેંગે,તુમ કશ્મીર માંગોગે તો હમ ચીર દેંગે.વાઇરલ થયેલા આ વીડિયોની પણ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તપાસ કરશે.

Tags :