Get The App

મોબાઇલમાં ગેમ રમતા યુવકને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી કાર ચાલક ફરાર

વટવામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના

સરદાર પટેલ રિંગ રોડ ઉપર શિવકૃપા રેસિડેન્સી પાસે મિત્રો ગેમ રમતા હતા

Updated: Nov 17th, 2021

GS TEAM

Google News
Google News
મોબાઇલમાં ગેમ રમતા  યુવકને ટક્કર મારી મોતને ઘાટ  ઉતારી કાર ચાલક ફરાર 1 - image

મદાવાદ,બુધવાર

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હિટ એન્ડ રન તથા અકસ્માતે મોતના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે, વટવામાં મિત્રો સોસાસયટીના નાકે મોબાઇલમાં ગેમ રમતા હતા, આ સમયે પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે ટક્કર મારતાં યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ  અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ફરાર કાર ચાલકની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

સરદાર પટેલ રિંગ રોડ ઉપર શિવકૃપા રેસિડેન્સી પાસે  મિત્રો ગેમ  રમતા હતા ઃ પૂર ઝડપે આવી રહેલા કાર ચાલકે  ટક્કર મારી

આ કેસની વિગત એવી છે કે  વટવા વિસ્તારમાં  સરદાર  પટેલ રિંગ રોડ ઉપર રૃપવાટિકા પાસે શિવકૃપા રેસિડેન્સીમાં રહેતા નિરજભાઇ શિવકુમાર પાલ (ઉ.વ.૧૮) ગઇકાલે સાંજે  ૭.૩૦  વ ાગે પોતાના મિત્રો સાથે સોસાયટીના ઝાંપે મોબાઇલમાં ગેમ રમવામાં વ્યસ્ત હતો આ સમયે રિંગ રોડ  ઉપરથી પૂર ઝડપે આવીરહેલી કારના ચાલકે પોતાના વાહનના સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા યુવક જે વાહન ઉપર બેઠલો તેને જોરદાર ટક્કર મારીને કાર ચાલક ફરાર થઇ ગયો હતો.

ગંભીર રીતે ઘાયલ યુવકને મો ંઢામાંથી લોહી નીકળતું  હતું, તેને તુરંત  ૧૦૮ એમ્બ્યુલન્સમાં મણિનગર એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં હાજર ફરજ પરના ડોક્ટરે મૃત પામેલ જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ટ્રાફિક જે ડિવિઝન પોલીસે ગુનો નોધી પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે કાર ચાલકને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે  ગત તા. ૧૧-૧૦-૨૦૨૧ના રોજ   જમાલપુર ફૂલ બજાર બજાર પાસે વૃધ્ધને ટક્કર મારી એસ.ટી.બસનો ચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે એસટી બાસના ડ્રાઇવર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ સારંગપુર બ્રિજ  નીચે   ચાલીમાં રહેતા  આફતાબભાઇ  શેખની સાયકલને ડમ્પરના ચાલકે   ટક્કર  મારતા યુવક ઉછળીને ડમ્પરના ટાયર નીચે આવી ગયો હતો,  તથા  છ દિવસ પહેલા પણ  આસ્ટોડિયા ગીતા મંદિર પાસે એસ.ટી.બસના ડ્રાઇવરે મોપેડને ટક્કર મારી હતી  ટાયર નીચે કચડાતાં વૃધ્ધનું મોત નીપજ્યું હતું. 

Tags :