દેત્રોજ, માંડલમાં બે કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડયો
- અમદાવાદ જિલ્લામાં 7 તાલુકામાં વરસાદ થયો
- શનિવારે સાંજે વાતાવરણ પલટાયા બાદ એકાએક વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો
અમદાવાદ,તા.25 જુલાઇ 2020, શનિવાર
અમદાવાદ જિલ્લામાં શનિવારે સાંજે હવામાન ફરી પાછુ સર્કિય બનતા ૯ માંથી ૭ તાલુકામાં દોઢ ઇંચ સુધીનો વરસાદ પડયો હતો. દેત્રોજ, માંડલ અને સિટી તાલુકામાં દોઢ ઇંચ જેટલો વરસાદ થયો હતો. જ્યારે વિરમગામ, સાણંદ અને દસક્રોઇ તાલુકામાં પોણા એક ઇંચની આસપાસ વરસાદ વરસ્યો હતો.
શનિવારે બપોર બાદ વાતાવરણ એકાએક પલટાયું હતું. સાંજે ધૂળની ડમરીઓની સાથે ભારે પવન ફૂંકાયો હતો તેમજ આકાશમાં કાળાડિબાંગ વાદળાઓ ચઢી આવ્યા હતા. દસક્રોઇ તાલુકામાં સાંજે ૪ વાગ્યે વરસાદ ચાલુ થઇ ગયો હતો. જ્યાં સાંજના ૬ વાગ્યા સુધીમાં ૧૫ મિ.મી.વરસાદ નોંધાઇ ગયો હતો.
સાણંદમાં પણ સાંજે ૪ વાગ્યાથી વરસાદ પડવાનો શરૂ થયો હતો જે રાતના ૮ વાગ્યા સુધીચાલુ રહ્યો હતો. સાણંદમાં ચાર કલાકમાં કુલ ૧૯ મિ.મી.વરસાદ પડી ગયો હતો. ત્યાર બાદ સાંજે ૬ થી ૮ માં દેત્રોજ, માંડલ, વિરમગામમાં તાલુકામાં વરસાદે વરસવાનું ચાલુ કર્યું હતું. બાવળામાં ૭ મિ.મી.વરસાદ થયો હતો.
મોડી સાંજે વરસાદ પડતા વાતાવરણ ઠંડુ થઇ ગયું હતું. બીજી તરફ ખરીફ વાવેતર માટે વરસાદની રાહ જોતા ખેડૂતોને થોડો હાશકારો થયો હતો. ધોળકા, ધંધૂકા અને ધોલેરા તાલુકામાં વરસાદ પડયો નહતો.
અમદાવાદ જિલ્લામાં શનિવારે ક્યાં કેટલો વરસાદ પડયો ?
તાલુકો |
વરસાદ
મિ.મી. |
માંડલ |
૩૩ |
સીટી |
૩૦ |
દેત્રોજ |
૨૯ |
વિરમગામ |
૨૨ |
સાણંદ |
૧૯ |
દસક્રોઇ |
૧૫ |
બાવળા |
૭ |