Get The App

હવે મંત્રીઓ રૂબરૂ નહીં પણ વીડિયોકોલથી મુલાકાત આપશે

- કોરોનાને લીધે મંત્રીઓએ વર્કિંગ સ્ટાઇલ બદલી

Updated: Jul 26th, 2020

GS TEAM

Google News
Google News
હવે મંત્રીઓ રૂબરૂ નહીં પણ વીડિયોકોલથી મુલાકાત આપશે 1 - image


અરજદારો માટે સચિવાલયના દરવાજા બંધ : ફોનથી વાત કરવા આગ્રહ, ફરિયાદનું ઓનલાઇન નિરાકરણ 

અમદાવાદ, તા. 26 જુલાઇ, 2020, રવિવાર

એક સમયે મંત્રીઓ સચિવાલયમાં  મુલાકાતીઓને હોંશે હોંશે  મળતાં હતાં પણ કોરોનાનો એવો ડર પેઠો છેકે, હવે મંત્રીઓએ કામ કરવાની સ્ટાઇલ બદલવી પડી છે.કોરોનાના વધતાં જતા સંક્રમણને પગલે  પાટનગર ગાંધીનગરમાં સચિવાલયના દરવાજા અરજદારો માટે બંધ કરી દેવાયાં છે.

હવે મંત્રીઓને મુલાકાતીને મળતાં કોરોના થવાની બીક લાગી રહી છે એટલે જ મંત્રીઓએ હવે લોકોની ફરિયાદોનો ઓનલાઇન ઉકેલ લાવશે. હાલમાં મંત્રીઓ કાર્યકરો-અરજદારો સાથે ફોન પર વાત કરવાનો આગ્રહ રાખી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાનુ સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યુ છે.કોરોના હજુય અંકુશમાં આવી શક્યો નથી.

આ તરફ, રાજ્યભરમાંથી લોકો પોતાની સમસ્યા અને પડતર પ્રશ્નો ઉકેલવા સચિવાલય આવતાં હોય છે. વધતાં સંક્રમણને કારણે અત્યારે એવી પરિસિૃથતી સર્જાઇ છેકે,સચિવાલયમાં કેટલાંય કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યાં છે.

આ સિૃથતીમાં મંત્રીઓને ય કોરોન થવાનો ડર પેઠો છે કેમ કેમ,રોજ કેટલાંય મુલાકાતીઓ પોતોના પ્રશ્ન લઇને સચિવાલયમાં આવે છે.આ ઉપરાંત ભાજપના કાર્યકરોની ય ખુબ જ અવરજવર રહી છે. આ સંજોગોમાં મંત્રીઓએ પોતાની કામ કરવાની સ્ટાઇલ બદલી છે.

હવે ખુદ  મંત્રીઓ જ પોતાના મત વિસ્તારમાં કાર્યકરોને સામે ચાલીને કહી રહ્યાં છે તેઓ સચિવાલયમાં ન આવે,અકારણોસર એકત્ર ન થાય. જરૂર જણાય તો ફોન કોલ કરીને વાત કરવા આગ્રહ રાખી રહ્યાં છે. મંત્રીઓ હવે અરજદારોની ફરિયાદનો ઓનલાઇન ઉકેલવા પ્રયાસ કરી રહ્યાં છે.

ટૂંકમાં મંંત્રીઓ અરજદારોની સમસ્યા અંગે જે તે વિભાગના ઉચ્ચ અિધકારીઓનું ધ્યાન દોરી ઉેકેલશે. હાલમાં કેટલાંય મંત્રી રોજ વિડીયો કોલના માધ્યમથી મત વિસ્તારના લોકો અને કાર્યકરોને મુલાકાત આપી રહ્યાં છે.માત્ર કાર્યકરો જ નહીં,અિધકારીઓ સાથે પણ આ જ સ્ટાઇલથી વાતચીત કરી રહ્યાં છે.

Tags :