મેડિકલ અને ઉચ્ચ-ટેકનિકલ શિક્ષણ હવે એક જ મંત્રી હેઠળ
સ્કૂલ શિક્ષણ-ઉચ્ચ શિક્ષણ અલગ-અલગ કરાયુ
બંને વિભાગોના અલગ અલગ અગ્રસચિવે હવે એક જ મંત્રીને રિપોર્ટ કરવાનો રહેશે
અમદાવાદ
નવી સરકારનું
મંત્રીમંડળ રચાઈ ગયુ છે અને ખાતા ફાળવણી થઈ ગઈ છે ત્યારે આ વખતની સરકારમાં સ્કૂલ
શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ અલગ અલગ કરીને અલગ અલગ મંત્રીને અપાયુ છે. હવે રાજ્યની
તમામ મેડિકલ-પેરામેડિકલ કોલેજો , ઉચ્ચ શિક્ષણની કોલેજો અને ટેકનિકલ
કોલેજો તથા યુનિ.ઓ એક જ મંત્રીના
પોર્ટફોલિયોમાં આવી ગઈ છે.
ગુજરાતમાં આવેલી
તમામ મેડિકલ કોલેજો,પેરામેડિકલ કોલેજો સરકારના આરોગ્ય વિભાગ હેઠળ તબીબી શિક્ષણમાં આવે છે.જ્યારે
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની કોલેજો એટલે કે વોકેશનલ અને ઈજનેરી સહિતની કોલેજો તેમજ ઉચ્ચ
અને ટેકનિકલ શિક્ષણની સરકારી અને ખાનગી યુનિ.ઓ શિક્ષણ વિભાગમાં આવે છે.અત્યાર સુધીમાં
સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે આરોગ્ય વિભાગના મંત્રી હેઠળ તબીબી શિક્ષણ હતુ અને શિક્ષણ
વિભાગના કેબિનેટ મંત્રી અલગ હોવાથી તેઓની હેઠળ સ્કૂલ શિક્ષણથી માંડી ઉચ્ચ-ટેકનિકલ શિક્ષણ
આવતુ હતું.
પરંતુ
પ્રથમવાર સરકારમાં સ્કૂલ અને ઉચ્ચ -ટેકનિકલ શિક્ષણને અલગ કરી દેવાયુ છે અને સ્કૂલ
શિક્ષણ માટે અલગ કેબિનેટ મિનિસ્ટ છે તેમજ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણને આરોગ્ય -તબીબી
શિક્ષણ સાથે જોડી દેવાયુ છે.હવે રાજ્યની તમામ મેડિકલ,ઈજનેરી
અને ઉચ્ચ શિક્ષણની કોલેજો-યુનિ.ઓ એક જ મંત્રીના પોર્ટફોલિયોમાં આવી ગઈ છે.જો કે
શિક્ષણ અને આરોગ્ય-તબીબી શિક્ષણના અગ્ર સચિવ અલગ છે ત્યારે હવે બંને વિભાગના
અગ્રસચિવથી માંડી સચિવો-ઉપસચિવોએ એક જ મંત્રીને રિપોર્ટ કરવાનો રહેશે.