એક સમયે શાળામાં મોબાઈલ લાવનારને નોટીસ અપાતી અને એજ મોબાઈલનો આજે દસકો
- 3થી 18 વર્ષના બાળકોમાં ઓનલાઈન એજ્યુકેશન કેટલું કારગત ?
- બાળક જો એક ઈંચ માથું આગળ નમાવે તો ડોકના સ્નાયુ પર પાંચ કિલો પ્રેશર આવે અને પાંચ ઈંચ નમાવે તો 25 કિલોનું પ્રેશર
ભાવનગર, તા. 12 જુલાઇ, 2020, રવિવાર
લોકડાઉન અને અનલોકમાં શાળાઓમાં શિક્ષણ કાર્ય સદંતર બંધ છે અને નલાઈન શિક્ષણ કાર્યનો પ્રારંભ થયો છે. ચોક્કસ વ્યવસ્થા જાળવવા પુરતું બરોબર છે પરંતુ લાંબા ગાળાનું ઓનલાઈન શિક્ષણ બાળકના શારીરિક આરોગ્ય સામે જોખમકારક નિવડી શકે છે.
ટાંચાસાધનો સ ુવિધા વચ્ચે ગુરૂનું સ્થાન મોબાઈલે લીધું જે એક સમયે તિરસ્કારની વ્યાખ્યામાં આવતો તેનુ ંહાલ મહત્વ અદ્યાધિક વધી ગયું છે. બાળકોનો એટેનશન સ્પામ એમની ઉંમર ગુણ્યા 3 મિનિટ જેટલો હોય છે. (10 વરસના બાળકનો 30 મિનિટ) એટલે બાળકો એક કે બે કલાક સુધી નિયંત્રણ વિના ભણી શકતા નથી.
બાળકોનું ધ્યાન એકધારૂં નથી હોતું. એ લોકો દરેક થોડીક મિનિટે ધ્યાનભંગ થઈ જતા હોય છે. એટલે સ્ક્રીન એમને માટે ભણવા માટે સારૂં મધાયમ નથી. ગુજરાતમાં 33 ટકા પ્રાયમરી અને અપરપ્રાયમરી શાળાઓમાં એક કે બે જ શિક્ષક હોય છે. (12000થી વધારે શાળામાં આ પરિસ્થિતિ છે.)
એ લોકો બાળકોને કઈ રીતે ભણાવી શકે અને એ પણ ઓનલાઈન ? પ્રાથમિક શિક્ષકોને બીજા પણ ઢગલાબંધ વહીવટી, સામાજિક, સરકારી તેમજ અન્ય આદેશોને અનુરૂપ કામ કરવાના હોય છે. ઉપરાંત આ બધી શાળામાં કનેક્ટિવિટી અને ઉપકરમોની તકલીફ પુષ્કળ પ્રમાણમાં હોય છે.
ગુજરાતમાં 60 ટકા લોકો ગામડામાં રહે છે. એમાં ફક્ત 18થી 20 ટકા લોકો પાસે જ ટીવી સેટસ છે. બાકીનાં 80 ટકા બાળકો કઈ રીતે ભણી શકે ? (સોર્સ : સ્ક્રિન ઈન્ડિયા) ગુજરાતમાં 104 મોબાઈલ ધારકોમાંથી ઈન્ટરનેટનો વપરાશ ફક્ત 42 જણ જ કરે છે. (ટાઈમ્સ ઓફ ઈન્ડિયા 16 સપ્ટેમ્બર 2019) એટલે કે મોબાઈલ ધરાવતા લોકોમાંથી પણ 40 ટકા લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે.
જો ગામડામાં 20 ટકા લોકો પાસે મોબાઈલ જ ન હોય તો આ રેશિયા વધારે નીચે જાય છે. તો પછી આવી રીતે બાળકો સુધી ભણતર પહોંચે કઈ રીતે ? બાળકને હુંફાળા શબ્દો અને લાગણી સાથે ખૂબ જ સંબંધ હોય છે. એમાંય જો શિક્ષક કે શિક્ષિકા એને વ્યક્તિગત રીતે સમજાવે, બોલાવે અને વહાલ કરે એ જ એને ભણવામાં ધ્યાન આપવા પુરતું હોય છે.
ઓનલાઈનમાં આ વ્યક્તિગત અંશ હંમેશાં ખૂટતો જ રહેવાનો. એક વખત શાળામાં મોબાઈલ લાવનાર બાળકને માબાપને લઈને બીજે દિવસે આવવાની નોટિસ આપવામાં આવતી હતી. એ શું બે બુનિદાય હતું ? તો પછી આજે એ જ મોબાઈલ અચાનક ઉપયોગી અને સારો કઈ રીતે બની ગયો ?
મોબાઈલમાં કે કોમ્પ્યુટરમાં આગળ ઝુકીને ભણવાથી ગરદનનો કુદરતી વણાંક બદલી શકે છે. જેના કારણે ડોકના સ્નાયુઓને ભયંકર નુકસાન થાય છે. સામાન્ય રીતે આપણી ગરદનના મણકા એવી રીતે ગોઠવાયેલા હોય છે કે જે આગળની તરફ વળાંક બનાવે છે. રોજ લાંબો સમય આગળ માથું ઝુકાવીને બેસવાથી આ વણાંક જતો રહે છે. એનાથી ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે.
કલાસમાં ટટ્ટાર બેસીને બોર્ડ સામે જોવાથી ગરદનનો કુદરતી વણાંક આબાદ જળવાઈ રહે છે. એટલે જ બાળકનાં ચહેરાના લેવલ કરતા બ્લેકબોર્ડ હંમેશા સહેજ ઊંચુ રહે એમ રાખવામાં આવે છે અને એટલે જ કદાજ ઓડીટોરિયમ પ્રકારના કલાસિસ કરતા ફલેટ કલાસિસ શાળાઓમાં રાખવામાં આવે છે.
એ બાળકની ગરદનની તંદુરસ્તી માટે યોગ્ય છે. એક અભ્યાસ મુજબ જો 16 વરસથી નાનાં બાળકો બે કલાક મોબાઈલ ફોન વાપરે તો એમની યાદશક્તિને ગંભીર નુકસાન થાય છે. એમનાં ઈઈજી (ઈલેકટ્રો - એન્કેફેલોગ્રામ)માં ફેરફારો થાય છે.
બાળક વિડિયોગેઈમ્સ અને અન્ય સાઈટસ ન જુવે એ માટે પેરન્ટલ કન્ટ્રોલ એપ બનાવવી પડે. નહીંતર બાળકને ભણવા કરતાં અન્ય સાઈટસ રખડવાની મુક્તિ મળી જાય. લાંબો સમય (એક કલાકથી વધારે) મોબાઈલ કે ટેબલેટ કે ટીવીના સ્ક્રિન સામે રહેતા બાળકો ચિડિયા બની જતાં હોય છે.
એક અભ્યાસમાં કોલેજમાં ભણતાં બાળકોને પણ જો 1થી 2 કલાક ફોન ઉપયોગ પછી તપાસવામાં આવ્યા તો લોકોમાં પણ ચિડિયાપણું, ડિપ્રેશન, માનસિક તાણ વગેરે જોવા મળ્યું હતું. તો પછી નાનકડાં બાળકો, કે જેમનું બ્રેઈન દસેક વરસ સુધી હજુ વિકસતું જ હોય છે એમનાં પર કેવી અસર થઈ શકે. તે વિચારવું રહ્યું.
લાંબા સમયના મોબાઈલ ઉપયોગથી આડઅસરો વધુ છે
લાંબો સમય 60 મીનીટથી વધુ મોબાઈલ ફોન કે ટેબલેટ વાપરવાથી થતી આડ અસરો પણ ધ્યાનમાં લેવી જ રહી. આડઅસરો મુદ્દાસર જોઈએ તો છ વરસની બાળકીને 120 મિનિટ ભણવાનું - મોબાઈલ પર અને એ પછી સાંજ સુધીમાં પીડીએફ ફાઈલ તરીકે આપવામાં આવતું હોમવર્ક કરવાનું હતું (બીજી એકથી દોઢ કલાક) તો પછી દસેક વરસના બાળકની શું દશા હશે ?
આઈપોશ્ચર અને ટેકસ્ટ એલ્બો, કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ, ફેન્ટમ પોકેટ વાઈબ્રેશન સિન્ડ્રોમ, બાળકને પોતાનો ફોન વાઈબ્રેડ થાય છે એવો ભ્રમ થયા કરે. અપર ક્રોસ્ડ સિન્ડ્રોમ, પીઠનો અને છાતીના સ્નાયુનો અસહ્ય દુ:ખાવો, ફોરવર્ડ હેડ સિન્ડ્રોમ આ ખુબ જ અગત્યની આડ અસર છે. બાળક જો એક ઈંચ માથું આગળ નમાવીને બેસે તો ડોકના સ્નાયુઓ પર 10 પાઉન્ડ એટલે કે પાંચ કિલોગ્રામનું પ્રેશર આવે છે. જો બાળક પાંચ ઈંચ માથું નમાવે (જે સામાન્ય છે) તો એની ડોકના સ્નાયુઓ પર 50 પાઉન્ડથી વધારે એટલે કે લગભગ સવા મણ (25 કિલોગ્રામ) જેટલું પ્રવેશર આવે. જે લાંબા ગાળે ખુબ જ નુકસાન કરે છે. તેમ ડો. આઈ.કે. વીજળીવાળાએ જણાવ્યું છે.
ઓનલાઈન અભ્યાસ માટે પર્યાપ્ત સાધન સામગ્રી પણ જરૂરી
મોટાભાગના ઘરમાં એકાદ સ્માર્ટ મોબાઈલ હોય. ચો બાળકો એકથી વધારે હોય તો કોણ ભણી શકે ? કેવી રીતે મેનેજ કરી શકે ? બાળકોમાં ઝઘડા કે ઘરમાં ઝઘડા થવાની શક્યતા વધી જાય. કોવિડ-19ના કારણે બધાના ધંધા રોજગારને ખાસ્સી અસર થઈ છે. એટલે જલદીથી નવો સ્માર્ટ મોબાઈલ ખરીદવો એ પણ જલદી શક્ય ન બને. મોટાભાગે ગામડામાં લોકો 1 જીબી કે 2 જીબી ડાટાનો પ્લાન લેતા હોય છે. એમાં બે કલાકનો વિડિયો કઈ રીતે ઊતરે ? એ પછી હોમવર્ક સબમિટ કરવા માટે શું કરવાનું ?
ગામડા અને તાલુકાઓમાં નેટ કનેક્ટિવિટીનો સૌથી મોટો પ્રસ્ન ઉભો હોય છે. એમાં કઈ રીતે બાળકો ભણી શકે ? જો ફોન પણ વારંવાર કપાઈ જતો હોય, કોલ-ડ્રોપ એક મોટી સમસ્યા હોય તો પછી ઓનલાઈન ભણવાનું શક્ય કઈ રીતે બને ?
ગુરૂના સાનિધ્યનું મહત્વ ભુંસાઈ જાય છે. આખા જગતનાં ગુરૂ જેને આપણે ગણીએ છીએ એ ભગવાન શ્રીકૃષ્ણ પણ સાંદીપની ઋષિના આશ્રમે રહીને ભણ્યા છે. ભગવાન શ્રી રામ પણ અભ્યાસ માટે વશિષ્ઠ ઋષિના શિષ્ય રહી ચૂક્યા છે. એમનું ઉદાહરણ બતાવે છે કે કલાસરૂમનો કોઈ વિકલ્પ જ નથી અને ગુરૂનું સ્થાન કોઈ લઈ જ ન શકે. મોબાઈલ તો કદી નહીં.