Get The App

રૂા. 1 થી 5 લાખનો આરોગ્ય વીમો આપતી પોલિસી લોન્ચ કરવા ઇરડાની સૂચના

- આમઆદમીને વિકલ્પની શરત મૂકતી પોલિસી ઇશ્યૂ ન કરવા ઇરડાનો આદેશ

- વીમા યોજનાને આરોગ્ય સંજીવની પોલિસીનું નામ આપવાનું પણ ઇરડાએ વીમા કંપનીઓને સૂચન કર્યું

Updated: Jan 3rd, 2020

GS TEAM

Google News
Google News
રૂા. 1 થી 5 લાખનો આરોગ્ય વીમો આપતી પોલિસી લોન્ચ કરવા ઇરડાની સૂચના 1 - image

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 2 જાન્યુઆરી, 2020, ગુરૂવાર

સામાન્ય વ્યક્તિની આરોગ્યની પાયાની જરૂરિયાતને સંતોષી શકે તેવી મહત્તમ  રૂા. 5 લાખ સુધીનો અને લઘુત્તમ રૂા. 1 લાખ સુધીનો આરોગ્ય વીમો આપતી સ્ટાન્ડર્ડ પોલીસીઓ તૈયાર કરીને લોન્ચ કરવા ઇન્સ્યોરન્સ ડેવલપનેવન્ટ રેગ્યુલેટરી ઓથોરિટીએ દરેક વીમા કંપનીઓને આજે આદેશ આપ્યો છે. 

આ યોજનાને માત્ર આરોગ્ય સંજીવની યોજનાનું નામ જ આપવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. દરદીઓ દ્વારા સારવાર માટે કરવામાં આવેલો સંપૂર્ણ ખર્ચ આ પોલીસી હેઠળ આરોગ્ય વીમા અને સામાન્ય વીમા કંપનીઓએ ચૂકવવો પડશે. સારવારના ખર્ચમાં શરતનું પાલન ન થયું હોવાનું જણાવીને ખર્ચમાંથી રકમ કાપી લેવા પર આ સાથે પડદો પડી જવાની સંભાવના છે. આ આરોગ્ય વીમા પોલીસી એક વર્ષની મુદત માટે આપવાની રહેશે.

ઇરડાએ આ પોલીસી અંગેની વિગતવાર માર્ગદર્શિકા આજે જાહેર કરી છે. અત્યારે આરોગ્ય વીમાના સંખ્યાબંધ પ્રોડક્ટ્સ માર્કેટમાં ઉપલબૃધ છે. તેમાં દરેક પ્રોડક્ટ્સના અલગ અલગ વિશેષ ફીચર્સ છે.

પરિણામે કઈ પોલીસી પસંદ કરવી તે આમજનતા માટે મૂંઝવતો પ્રશ્ન બની જાય છે. તેથી જ તમામ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓ અને આરોગ્ય વીમા કંપનીઓને ઇરડાએ તેની સૂચના પ્રમાણેનું પ્રોડક્ટ લોન્ચ કરવા આદેશ આપ્યો છે. આ વીમા યોજના હેઠળ વીમા ધારક દ્વારા સારવાર માટે કરવામાં આવનારો સંપૂર્ણ ખર્ચ તેને બાદ આપવાનો રહેશે. તેના ખર્ચમાંથી કોઈ જ રકમ કાપી શકાશે નહિ. 

આ સ્ટાન્ડર્ડ વીમા પોલીસીમાં પાયાની તમામ સુવિધાઓ વીમો લેનારને મળી રહેવી જોઈએ. તેમાં એડ ઓનની કે પછી ઓપ્શન આપવાનો રહેશે નહિ. તેમાં જે સુવિધા આપવાની હોય તે તમામ સુવિધા આપવી જ પડશે. એકના વિકલ્પે બીજી સુવિધા આપવાની શરત તેમાં મૂકી શકાશે નહિ. આ યોજના હેઠળ વીમા ધારકને જે કવરેજ મળવાનું છે તેના પ્રમાણમાં વીમા ધારકને વીમાનું પ્રીમિયમ ચૂકવવા વીમા કંપની જણાવી શકશે.

ઇરડાએ જણાવ્યું છે કે આ વીમા પોલીસીમાં સારવાર પાછળ કરવામાં આવેલો સંપૂર્ણ ખર્ચ ચૂકવવાનો રહેશે. કોઈ એક શરતનું પાલન ન થયું હોવાનું જણાવીને સારવાર ખર્ચમાંથી ચોક્કસ રકમ કાપી લેવાની ઇરડા દ્વારા મનાઈ ફરમાવવામાં આવી છે. આ વીમા પોલીસી હેઠળ સારવારના ખર્ચમાં કોઈ જ કાપકૂપ કરવાની રહેશે નહિ.

તેમ જ આ પોલીસીના જુદા જુદાં પ્લાન પણ મૂકી શકાશે નહિ. તેમાં એક જ સમાન સુવિધા આપતો એક જ પ્લાન લોન્ચ કરવાનો રહેશે. ફેમિલી ફ્લોટર બેઝીઝ પર સ્ટાન્ડર્ડ આરોગ્ય વીમો આપવાનો રહેશે. બીજા શબ્દોમાં કહીએ તો આ વીમા પોલીસી લેનાર વ્યક્તિના પરિવારના તમામ સભ્યોને ચૂકવવાના રહેશે. 

આ આરોગ્ય વીમા પોલીસી હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવાને પરિણામે કરવા પડતા ખર્ચ, ચોક્કસ શરતોને આધીન રહીને મોતીયાની સારવારનો ખર્ચ મંજૂર કરવા પણ જણાવવામાં આવ્યું છે. દાંતની સારવાર ્ને પ્લાસ્ટિક સર્જરીનો ખર્ચ પઁણ માન્ય રાખવાની સૂચના આપવામાં આવી છે. કોઈ રોગ આૃથવા તો ઇજાને કારણે પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડી હોય તો તેના ખર્ચને પણ માન્ય રાખવા જણાવવામાં આવ્યું છે.

આયુષની ટ્રીટમેન્ટ માટે કરવામાં આવાલા ખર્ચને પણ આ નવી યોજના હેઠળ આવરી લેવાની સૂચના આપવામાં આવી છે. દિવસ દરમિયાન લેવી પડતી સારસંભાળનો ખર્ચ અને એમ્બ્યુલન્સ માટે કરવામાં આવેલા ખર્ચને પણ તેમાં આવરી લેવાની સૂચનાઆપવામાં આવી છે. હા આ ખર્ચ દિવસના રૂા.2000ની મર્યાદામાં આપવાનો રહેશે.આ જ રીતે હોસ્પિટલમાં સારવાર લઈને નીકળ્યા પછીના 60 દિવસ સુધી થનારો દવાનો ખર્ચ પણ સારવાર લેનાર દરદીને આપવાનો રહેશે.

આરોગ્ય વીમો લેનાર જે તે વર્ષમાં કોઈ જ ક્લેઈમ ન મૂકે તો તેની વીમાના કવરેજમાં 5 ટકાના દરે વધારો કરવા જણાવવામાં આવ્યું છે. વીમાની રકમમાં 50 ટકાથી વધુનો ઘટાડો ન કરાવે તો તેવા સંજોગોમાં કોઈપણ જાતના બ્રેક વિના જ વીમો સતત ચાલુ રહ્યો હોવાનું ગણીને વીમા પોલીસી ઇશ્યૂ કરી આપવાની રહેશે.

તમામ એજન્ટો અને ચેનલો મારફતે આરોગ્ય સંજીવની વીમાનું વિતરણ કરવાની વ્યવસૃથા કરવાની પણ સૂચના આપવામાં આવી છે. અઢાર વર્ષથી માંડીને 65 વર્ષની વયના નાગરિકને આ પોલીસી આપવાનો આદેશ પણ ઇરડાએ કર્યો છે. આ પોલીસી આજીવન રિન્યુ કરી શકાય તે રીતે ઇશ્યૂ કરવાની રહેશે. 

ઇરડા દ્વારા નક્કી કરવામાં આવેલા નફાકારકતાના ધોરણોની મર્યાદામાં રહીને જ આ પોલીસી ઇશ્યૂ કરવાની રહેશે. સમગ્ર ભારતની પ્રજાને આ પોલીસીનો લાભ મળે તેવી જોગવાઈ કરવાની રહેશે.

આ માટે કોઈ ભૌગોલિક વિસ્તારને પસંદ કરીને તેના પૂરતી સીમિત રાખીને પોલીસી ઇશ્યૂ કરી શકાશે નહિ. આ વીમો લોન્ચ કરતાં પૂર્વે ઇરડાની પૂર્વ મંજૂરી પણ લેવાની રહેશે નહિ. જોકે તે માટે વીમા કંપનીઓએ કેટલીક શરતોનું પાલન કરવાનું રહેશે. પહેલી એપ્રિલ 2020થી સામાન્ય વીમા કંપનીઓ આ પ્રોડક્ટ ઑફર કરી શકશે.